દલિત પરિવારની પુત્રવધુ ઓસ્ટ્રેલિયામાં બની પ્રથમ ભારતીય સાંસદ, રણકાંઠાનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ગુંજતુ કર્યું

GUJARAT

ભારતીય લોકો વિદેશમાં જઇને પોતાની આગવી છાપ ઉભી કરે છે અને વિદેશમાં રહીને ભારતનું નામ રોશન કરે છે. આવું જ ઉમદા કામ ગુજરાતના જામનગરની મહિલાએ કર્યું છે. ગુજરાતના પછાત રણકાંઠા વિસ્તારમાં આવેલા પાટડીની દલિત પરિવારની પુત્રવધુની છે, જેઓનું ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ભારતીય મહિલા સાંસદ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

મૂળ જામનગરના અને બે દાયકા પહેલા ઓસ્ટ્રેલિયા ગયેલા મહિલા ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા પાર્લામેન્ટના સાંસદ તરીકે ચૂંટાઈ આવનાર પ્રથમ ઇન્ડિયન બોર્ન એમ.પી.બન્યા હતા. જામનગરના હાલ નિવૃત્ત એવા સિનિયર એડવોકેટ વિરજીભાઇ વાઘેલાના સૌથી મોટા પુત્રી કૌશલ્યા વાઘેલાના લગ્ન દિનેશભાઇ ચૌહાણ સાથે થયા હતા. લગ્ન બાદ તેઓ ઓસ્ટ્રેલિયા ગયા હતા.

મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના પાટડીના દલિત આગેવાન હિરાલાલ ચૌહાણ વર્ષો પહેલા વિરમગામ કોર્ટમાં બેલીમ તરીકે ફરજ બજાવતા હતા. એમના 3 દિકરાઓમાં સૌથી નાના પુત્ર દિનેશ ચૌહાણના લગ્ન જામનગરની મહિલા કૌશલ્યા વાઘેલા સાથે કોલેજકાળ દરમિયાન થયા હતા. તેઓ છેલ્લા 35-40 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે.

બીએસસી બાદ એમ.એસ.સી કરવા તેઓ ઓસ્ટ્રેલિયા ગયા બાદ શરૂઆતમાં બે છેડા ભેગા કરવા માટે બંને જણાએ ટેક્સી ડ્રાઇવિંગથી લઇને નાના-મોટી નોકરી કરીને સંઘર્ષ કરતાં-કરતાં નાનો બિઝનેસ ચાલું કર્યો હતો. જે વેળાએ તેઓને કેટલીક સરકારી પ્રક્રિયાઓ અને સમસ્યાની રજૂઆત માટે ક્યાંક અવાજ પહોંચાડવાની પણ એક તબક્કે જરૂર પડી હતી.

ઓસ્ટ્રેલિયામાં ટેક્સી ડ્રાઇવર તરીકે ફરજ બજાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા દિનેશભાઇ ચૌહાણના પત્નિ કૌશલ્યાબેને ઓસ્ટ્રેલિયામાં માસ્ટર્સ ઓફ એપ્લાયડનો અભ્યાસ કરતા કરતા તાજેતરમાં યોજાયેલી ચુંટણીમાં પ્રથમ ભારતીય મહિલા સાંસદ બની ઓસ્ટ્રેલિયામાં નૈતૃત્વ કરી ઝાલાવાડની સાથે સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ વધારી પછાત રણકાંઠાનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ગુંજતુ કર્યું છે.

ઓસ્ટ્રેલિયામાં દિનેશભાઈ ચૌહાણ અને તેમના પત્ની કૌશલ્યાબેને ઓસ્ટ્રેલિયામાં અગાઉ જે તે સમયના જુદા જુદા સમય અને વર્ગના મિનિસ્ટરના સલાહકાર તરીકે કામ કરતાં તેમને ઓસ્ટ્રેલિયા સોસાયટીના પાયાના પ્રશ્નો અને સમાજની જરૂરિયાતનો પણ ખ્યાલ આવ્યો હતો. બાદમાં ગત 11 ડિસેમ્બરની ચૂંટણીના આવેલા પરિણામમાં તેઓ વિજેતા જાહેર થતાં ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયાના તેઓ પ્રથમ મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યા હતા.

કૌશલ્યાબેનનું જાણો શું છે ગુજરાત કનેક્શન?

મૂળ જામનગરના વતની કૌશલ્યાબેનનો જન્મ અહીં જ થયો અને ત્યાંજ સારી સ્કુલમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સમાં યુનિવર્સિટી ફર્સ્ટ સાથે બીએસસીનો અભ્યાસ કર્યો. પછી એમએસસીના પ્રથમ વર્ષમાં પાટડીના દિનેશ ચૌહાણના પરિચયમાં આવ્યા બાદ એમણે મને લગ્નનો પ્રસ્તાવ કર્યો હતો.

આજે મારા લગ્નને 26 વર્ષ પુરા થઇ ગયા. અમેં મારી સાડા ત્રણ વર્ષની દિકરીને મારા માતા-પિતા પાસે ઇન્ડિયા મુકી ઓસ્ટ્રેલિયા ગયા હતા. જ્યાં મારા પતિ સ્પાઉસ વિઝામાં હતા. ઓસ્ટ્રેલિયામાં હું દિવસે ભણતી અને સાંજે રેસ્ટોરન્ટમાં વેઇટર્સ તરીકે જોબ કરતી હતી જ્યારે મારા પતિ ઓસ્ટ્રેલિયામાં ટેક્સી ડ્રાઇવ કરતા હતા.

મારા માતા-પિતા હમેંશા એવુ વિચારતા કે, દિકરીઓને ભણાવો તો એ આગળ આવી શકે. મારા પિતા વિરજીભાઇ વાઘેલા છ વર્ષના હતા ત્યારે એમના માતા મૃત્યુ પામ્યાં હતા. શરૂમાં એમણે બુટ પાલીશ કરી જીવન ગુજાર્યું હતુ. એમને ખબર હતી કે સારૂ ભવિષ્ય બનાવવા ભણવુ જ પડશે. આગળ ભણીને તેઓ ઇન્ડિયન એરફોર્સમાં જોડાયા હતા. અને પછી તેઓ વકીલ બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *