કોરોના વાયરસ સામે જંગ જીતતુ ગુજરાત, રૂપાણી સરકાર માટે આવ્યા રાહતના સમાચાર

GUJARAT

કોરોનાના દૈનિક કેસમાં આજે રાહતના એક સમાચાર છે કે, આજે કોરોનાનાં પોઝિટિવ કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 849 કેસનો ઘટાડો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 12978 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 153 દર્દીના મોત નીપજ્યા છે. રાજ્યના નાગરિકોને રાહત આપતા સમાચાર એ છે કે, છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં સાજા થનારા દર્દીની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. જેના કારણે એક્ટિવ કેસની સંખ્યામાં જે ઝડપે ઉછાળો આવતો હતો એ ગતીમાં ઘટાડો થયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક અત્યાર સુધીના સૌથી વધુ એક જ દિવસમાં દસ હજાર 11146 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 7508 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 11146 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 440276 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 146818 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 722 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતમાં કોરોનાના નવા 12978 કેસની સાથે આજે વધુ 153 દર્દીના મોત થયા છે. ત્યાં જ આજે વધુ 11146 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં નવા 4944 કેસ સાથે 27 દર્દીનાં મોત થયા છે. સુરતમાં નવા 1887 કેસ સકાથે 13 દર્દીનાંનાં મોત થયા છે. વડોદરામાં નવા 735 કેસ સાથે 19 દર્દીનાં મોત થયા છે. રાજકોટમાં નવા 528 કેસ સાથે 15 દર્દીનાં મોત થયા છે. જામનગરમાં નવા 707 કેસ સાથે 13 દર્દીનાં મોત, ભાવનગરમાં નવા 658 કેસ સાથે 11 દર્દીનાં મોત, જૂનાગઢમાં નવા 293 કેસ સાથે 9 દર્દીનાં મોત, ગાંધીનગરમાં નવા 315 કેસ, મહેસાણામાં 565, બનાસકાંઠામાં 226, ખેડામાં 174 કેસ, પાટણમાં 173, કચ્છ – મહિસાગરમાં 169-169 કેસ, આણંદમાં 161, સાબરકાંઠામાં 142, નર્મદામાં 121 કેસ, અમરેલીમાં 119, વલસાડમાં 117, પંચમહાલમાં 109 કેસ, ગીરસોમનાથમાં 104, છોટાઉદેપુર-નવસારીમાં 97-97 કેસ, સુરેન્દ્રનગરમાં 92, મોરબીમાં 90, તાપીમાં 89 કેસ, અરવલ્લીમાં 80, દાહોદમાં 67, પોરબંદરમાં 53 કેસ, ભરૂચમાં 44, દ્વારકામાં 30, બોટાદમાં 27 કેસ આવ્યા છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 146818 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 722 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 146096 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 74.05% એ આવી ગયો છે.

Leave a Reply

Your email address will not be published.