કોરોના વેક્સિનથી લોકો થઇ રહ્યા છે નપુંસક, પોપસ્ટારના નિવેદન પર ભડક્યા બ્રિટિશ PM

WORLD

અમેરિકાની પોપસ્ટાર સિંગર નિકી મિનાજે કોરાના વેક્સિનને લઇને એક નિવેદન આપતા વિવાદનો મધપુડો છંછેડાયો છે. વિવાદ એટલી હદે વધી ગયો કે બ્રિટેનના પ્રધાનમંત્રી અને ઇગ્લેન્ડના મુખ્ય મેડિકલ ઓફીસરે તેમની આકરી ટીકા કરી હતી. નિકી મિનાજે ટ્વિટર પર તેના 22 કરોડ ફોલોઅર્સને ટ્વીટ કરીને કહ્યુ હતુ કે તેના ભાઇનો મિત્ર કોરોનાની વેક્સિન લગાવ્યા પછી નપુંસક થઇ ચુક્યો છે.

ત્રિનિદાદ અને ટોબૈગોની રહેવાસી 38 વર્ષીય નિક્કીએ ટ્વિટર પર લખ્યું – ત્રિનિદાદમાં મારો પિતરાઇ ભાઇ વેક્સિન લેશે નહીં કારણ કે રસી મળ્યા બાદ તેનો મિત્ર નપુંસક બની ગયો છે. તે થોડા અઠવાડિયા પછી લગ્ન કરવા જઈ રહ્યો હતો જ્યારે તેની સાથે આવુ થયુ. હવે યુવતીએ તેની સાથે લગ્ન કરવાની પણ ના પાડી દીધી છે.

નિકી મિનાજે આગળ લખ્યું કે પછી પ્રાર્થના કરો કે ફરીથી કોઇ સાથે આવુ ન થાય. વેક્સિન માટે કોઇ પર દબાણ ન કરવુ. વેક્સિન લેવી કે કેમ તે પોતાનો નિર્ણય છે.

જ્યારે આ વાત પછી વિવાદ વકર્યો ત્યારે બ્રિટેનના પ્રધાનમંત્રી અને ઇગ્લેન્ડના મુખ્ય મેડિકલ ઓફીસરે જણાવ્યુ કે એવુ લાગે છે કે નિકી મિનાજને ડૉક્ટર બનાવી દેવી જોઇએ જે આવા દાવાઓ કરી રહી છે. આ ખુબ ખતરનાક વાત છે કે આટલી મોટી પ્રસિદ્ધ અને લોકપ્રિય વ્યક્તિ આવા જવાબદારી વગરના નિવેદન આપી રહી છે.

આ મામલે ડૉક્ટર ક્રિસ વ્હાઇટીએ કહ્યુ કે વેક્સિનેશનને લઇને અફવાઓએ જોર પકડ્યુ છે. કેટલાક તો ખુબ જ બકવાસ અફવાઓ કરી રહ્યા છે. અફવાઓ ફેલાવવા વાળા ડરાવવાનું કામ કરી રહ્યા છે. નિકી મિનાજનું ટ્વીટ પણ આ શ્રેણીમાં આવે છે જે બિલ્કુલ જુઠ્ઠાણુ ફેલાવે છે. દુનિયાભરમાં કેટલાયે લોકો વેક્સિન લઇ ચુક્યા છે. મોટાભાગના લોકો અફવાઓ પર ધ્યાન નથી આપી રહ્યા. દરેકને પોતાની અને પોતાના લોકોના સ્વાસ્થ્યની ચિંતા સતાવી રહી છે, જો કે કેટલાયે એવા લોકો છે જેમના વિચારવાની ક્ષમતા થોડી અજીબ છે.

વસ્તુઓ ત્યારે વધારે ખતરનાક બની જાય જ્યારે પ્રભાવશાળી લોકો આવી વાતો કરે જેનાથી બીજા લોકો પર વધુ અસર થાય. તેમની વાત લોકો સરળતાથી માની લે છે. આવા લોકોએ શરમ કરવી જોઇએ. જો કે નિકી મિજાજ હજુ પણ પોતાના ટ્વીટથી પોતાનો અભિપ્રય રજૂ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.