કોરોના મહામારીની લડાઈમાં USએ દુનિયાની આશા જગાવી, હવે લોકો માસ્ક વગર નીકળી શકશે

WORLD

દુનિયાભરમાં કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે. વિશ્વમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 16 કરોડ 17 લાખ 23 હજારની પાર પહોંચી ગઈ છે. દુનિયામાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત અમેરિકા માટે હવે રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકાના ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સન સેન્ટરે દાવો કર્યો છે કે કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ ચુકેલા લોકો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

દુનિયામાં કોરોના સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત અમેરિકાના રોગ નિયંત્રણ અને રોગકથામ કેન્દ્રએ કહ્યું છે કે કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ ચુકેલા વ્યક્તિ માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સને ફોલો કર્યા વગર ગતિવિધિઓને ફરીથી શરૂ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી અમેરિકામાં કોરોના સંક્રમણને રોકવા માટે માસ્ક પહેરવા અને સાર્વજનિક સ્થળો પર 6 ફૂટના સોશિયલ ડિસ્ટન્સને ફોલો કરવું જરૂરી કરવામાં આવ્યું છે.

અમેરિકા દુનિયામાં ટોપ પર છે જ્યાં કોરોના સંક્રમિતોની સંખ્યા સૌથી વધારે છે. અહીં અત્યાર સુધી 3 કરોડ 36 લાખ 15 હજારથી વધારે કોરોના દર્દી સામે આવી ચુક્યા છે, જ્યારે અત્યાર સુધી કુલ 5 લાખ 98 હજારથી વધારે લોકોના મોત થયા છે. અમેરિકામાં અત્યારે 63 લાખ 58 હજારથી વધારે કોરોનાના એક્ટિવ દર્દીઓ પોતાની સારવાર કરાવી રહ્યા છે. અમેરિકામાં અત્યાર સુધી 2 કરોડ 66 લાખથી વધારે સંક્રમિતો સારવાર ઠીક થયા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે, જો અમેરિકામાં રહેનારા નાગરિકે કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે તો તેમણે હવે માસ્ક પહેરવાની જરૂરિયાત નથી. જો બાઇડને કહ્યું કે, આજનો દિવસ ઘણો શાનદાર છે. આપણી એક વર્ષ વર્ષની સખ્ત મહેનત અને કુરબાની બાદ હવે આપણે માસ્ક ફ્રી થવા તરફ આગળ વધી રહ્યા છીએ. હું તો કહીશ કે આપણો નિયમ એકદમ સરળ છે, યા તો વેક્સિન લગાવો અથવા પછી હંમેશા માટે માસ્ક પહેરતા રહો.

Leave a Reply

Your email address will not be published.