કોરોનાકાળમાં સગર્ભા મહિલાઓ સાવધાન રહે! જન્મે તે પહેલા જ ઓક્સિજનના અભાવે બાળકનું ઉદરમાં મૃત્યુ

GUJARAT

રાજકોટમાં કોવિડની શરૂઆત સાથે જ કોવિડ હોસ્પિટલમાં ગાયનેક વિભાગ દ્વારા ઉમદા કામગીરી થઈ રહી છે. કોરોનાકાળમાં સગર્ભા મહિલાઓને સાવધાન રહેવાનું જણાવતા વિભાગના હેડ ડો.કમલેશ ગોસ્વામી કહે છે કે આ સમયગાળામાં મહિલાઓની ઈમ્યુનિટી ઓછી હોય છે, તેમણે બહાર ના નીકળવું, ઉપરાંત ઘરના ઘરના તમામ સભ્યો પણ કોરોનાથી બચવા માટે મહતમ સાવચેતી રાખે તે જરૂરી છે.

સિવીલમાં કોરોના પોઝિટીવ ર૭પ સગર્ભાઓની સુશ્રાુષા અને તેમાંથી ૧૧૦ની પ્રસૂતિ થઈ છે. આ ઉપરાંત આખા વર્ષમાં ૬૦૦૦ ડિલીવરી કરનાર ગાયનેક વિભાગ હેઠળ અત્યારે ૨૧ સગર્ભા અને ધાત્રી માતા દાખલ છે.

ડો.ગોસ્વામી કહે છે કે કોરોનાની સૌથી મોટી ટ્રેજેડી અ પણ જોવા મળી છે કે અહીં કોરોનાના ગંભીર પ્રકારના સ્ટેજે આવતા સગર્ભાના પેટમાં રહેલું બાળક અંદર જ મૃત્યુ પામે તેવું પણ જોવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published.