ભારતમાં કોરોના વાયરસના વધતા સંકટની વચ્ચે કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એકવાર પરી ભારત સરકારને સલાહ આપી છે. રાહુલ ગાંધીએ મંગળવારના ટ્વીટ કરીને કહ્યું છે કે અત્યારે કોરોનાની લહેરને રોકવાનો એક માત્ર ઉપાય સંપૂર્ણ લોકડાઉન જ છે. કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, ‘કોરોનાને ફેલાતો રોકવાનો એકમાત્ર ઉપાય ઉપાય સંપૂર્ણ લોકડાઉન જ છે, પરંતુ સમાજના કેટલાક તબકાને ન્યાય યોજનાના લાભ આપવાની સાથે જ. ભારત સરકાર દ્વારા એક્શન ના લેવી અત્યારે નિર્દોષ લોકોને મારી રહી છે.’
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અત્યાર સુધી લોકડાઉનના વિરોધમાં પોતાનું મંતવ્ય આપતા આવ્યા છે. ગત વર્ષે પણ ભારત સરકારે જ્યારે સંપૂર્ણ લોકડાઉન લગાવ્યું હતુ ત્યારે રાહુલ ગાંધીએ આની ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ એકવાર ફરી કહ્યું છે કે લોકડાઉન ફક્ત કોરોનાની સ્પીડને રોકી શકે છે, તેને ખત્મ ના કરી શકે. જો કે રાહુલ ગાંધી આ વખતે સંપૂર્ણ લોકડાઉનન લગાવવાની વાત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશ અત્યારે કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે, જે ઘણી જ ખતરનાક છે.
છેલ્લા લગભગ 2 અઠવાડિયાથી દેશમાં દરરોજ ત્રણ લાખથી વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. વચ્ચે આ સંખ્યા 4 લાખ સુધી પહોંચી ગઈ હતી, જ્યારે અત્યારે દરરોજ સાડા ત્રણ હજારથી વધારે મોત નોંધાઈ રહ્યા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ પણ 2 કરોડથી વધારે થઈ ગયા છે, જેમાંથી 30 લાખથી વધારે એક્ટિવ કેસ છે. દેશમાં અનેક રાજ્યો પહેલાથી જ પોતાના સ્તર પર અનેક પ્રતિબંધો લગાવી ચુકી છે. હરિયાણામાં સંપૂર્ણ લોકડાઉન છે, મહારાષ્ટ્ર, દિલ્હી, ઓરિસ્સા, યૂપીમાં પણ અનેક દિવસથી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ ઉપરાંત અનેક રાજ્યોમાં વીકેન્ડ લોકડાઉન, નાઇટ કરફ્યૂ દ્વારા સંક્રમણને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.