કોન્ડોમને ફેંકવાની આ છે યોગ્ય રીત, જાણી લો નહીંતર…

DHARMIK

આપણે દરેક લોકોએ ક્યારેકને ક્યારેક યુજ્ડ કોન્ડોમ આમ-તેમ પડેલું જોયું હશે અને તેને જોઇને શરમ અનુભવાઇ હશે. કેટલીક વખત તમે પણ આવી ઘટના જોઇ હશે અને સાંભળી પણ હશે.

જેમા બાળક ઘરના કોઇ ખૂણામાં કે પથી પાર્કમાંથી ઉપયોગમાં લેવાયેલા કોન્ડોમ ઉઠાવીને લાવે છે અને પુછે છે કે આ શુ છે. એવી સ્થિતિમાં તમારે શરમ અનુભવવી પડે છે. જો તમે આવા પ્રકારની સ્થિતિનો સામનો કરવા માંગતા નથી તો તમને ખબર હોવી જોઇએ કે ઉપયોગમાં લીધેલા કોન્ડોમનો ડિસ્પોજ કેવી રીતે કરવું જોઇએ.

સાથે જ કોન્ડોમ બોયોડિગ્રેડેબલ હોતા નથી એટલે કે તે પ્રાકૃતિક રીતે કે તેની રીતે ખતમ થનારો સામાન નથી. જેથી અગત્યનું છે કે તેને યોગ્ય રીતે ડિસ્પોજલ કરવામાં આવે. તે પહેલા અમે તમને ઉપયોગ કરવામાં આવેલ કોન્ડોમને ડિસ્પોજ કરવા એટલેક ફેંકવાની યોગ્ય રીત જણાવીશું. અમે તમને જણાવી રહ્યા છીએ કે એ ખોટી રીત જેને તમારે આજે જ બંધ કરી દેવી જોઇએ.

ખાસ કરીને લોકો ઉપયોગમાં લીધેલા કોન્ડોમને ટોઇલેટમાં ફ્લશ કરી દેતા હોય છે. પરંતુ આમ કરવું ખૂબ ખોટું છે. ફ્લશ કરવામાં આવેલા કોન્ડોમ ટોઇલેટના પ્લમ્બિંગને જામ કરી દેતા હોય છે. જેને સાફ કરાવવું મોંઘુ પડી શકે છે. તો ટોઇલેટમાં ફ્લશ કરેલા કોન્ડોમ્સ નદી, તળાવ, અને સમુદ્ર સુધી પણ પહોંચી જાય છે. કારણકે શહેરભરમાં સીવેજનું પાણી આ જગ્યા પર પહોંચે છે. ઘરમાં આમ-તેમ પણ કોન્ડોમને ફેંકવાથી દૂર રહો.

સાવચેતીથી કોન્ડોમને હાથમાં પકડો અને તેને ટિશૂ પેપર, પેપર બેગ કે કોઇ ન્યૂઝ પેપરમાં લપેટીને કચરાપેટીમાં ફેંકો. કોન્ડોમમાં રહેલા સીમન અને દુર્ગંધને ફેલાવવા રોકવા માટે તમે કોન્ડોમને છેડેથી બંધી દો અને ત્યાર બાદ તેને પેપરમાં લપેટીને ફેંકી દો.

Leave a Reply

Your email address will not be published.