સૌરાષ્ટ્રમાં તારાજી, સીએમ બન્યાના બીજા જ દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે, જુઓ Photos

GUJARAT

ગુજરાતમાં આભ ફાટતા ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે. ગામોના ગામ નદીમાં ફેરવાઈ ગયા છે. તોક્તે વાવાઝોડા બાદ ફરી ગુજરાત અને તેમા પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની હાલત ખરાબ થઈ ગઈ છે. અનેક જિલ્લામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે.

ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક ગામો ફરી પાણીમાં ડૂબી ગયા છે. ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના બીજા જ દિવસે ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે.

CM ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી હતી.

આ દરમિયાન તેમણે વરસાદથી ગ્રામજનોને થયેલા નુક્સાનની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોની મુલાકાત સમયે રાજ્ય સરકાર દ્વારા તેમને તમામ મદદની ખાતરી આપતા કહ્યું કે, કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત ના રહી જાય અને અગાઉ કરતાં પણ સૌનું જીવન બહેતર બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહેશે.

સીએમ ભુપેન્દ્ર પટેલે લોકોને આશ્વાસન આપ્યું હતું અને પહેલા કરતા વધુ સારી સુવિધા અને સ્થિતિ મળશે તેવી વાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.