ચોટીલામાં માતાજીની પ્રતિમા, ત્રિશૂલના પ્રતિબિંબ સ્વરૂપે દૂરથી નિહાળી શકાશે, દર્શનનો સમય વધારાયો

Uncategorized

ચોટીલામા દર નવરાત્રિએ નીચેથી ઉપર સુધી પગથીયાઓ રોશની શણગારવામાં આવે છે. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા ખાસ ડીઝીટલ લેસર-શો સંધ્યા બાદ ડુંગર ઉપર પ્રકાશિત થાય તેવું વિશેષ આયોજન સર્વ પ્રથમવાર કરવામાં આવ્યુ છે.

આ અંગે ડુંગર મહંત પરિવારના મનસુખગીરી ગોસાઈએ જણાવ્યુ કે, નવરાત્રીના દિવસો દરમીયાન દરરોજ સવારે અડધી કલાક વહેલા દર્શન શરૃ થઈ જશે. સવારે મંદિર 5.00 કલાકે ખુલે છે તેના બદલે 4.30 કલાકે ખુલી જશે. જ્યારે સાંજે પણ આરતી બાદ ભકતોના પ્રવાહને ધ્યાને લઈ દર્શન ચાલુ રાખવામાં આવશે.

આ શો દ્વારા તળેટી ઓફ્ીસથી કોમ્પ્યુટર અને લેસર ઉપકરણ થકી ડુંગર ઉપર લેસર કિરણો પ્રકાશિત કરી માતાજીની પ્રતિમા, ચામુંડા મંત્ર, માતાજીનું ત્રિશુલ,સહિતના પ્રતિબીંબ સ્વરૃપે પડશે જે દૂર નેશનલ હાઈવે ઉપર વાહનોમા જતા પણ નિહાળી શકાશે અને રાત્રી દર્શનનો લ્હાવો માઈ ભક્તો લઇ શકે તેવું સૌ પ્રથમવાર ડુંગર ટ્રસ્ટ દ્વારા નવલા નોરતાનું નવલું આકર્ષણ ગોઠવવામાં આવ્યુ છે.

ટ્રસ્ટ દ્વારા જણાવાયુ છે કે ચોટીલા ડુંગરના 635 પગથિયા છે જે ઉપરથી નીચે સુધી રોશનીથી ઝળહળતા થશે તેમજ દરરોજ માતાજીના નવલા શણગાર તેમજ ખાસ ઈફેક્ટ લેસર શોની સાથે ડુંગર મંદિર ગર્ભગૃહ મંદિરમાં આબેહૂબ બ્રહ્માંડની પ્રતિતિ માઈ ભક્તો કરી શકે તેવુ ડીજીટલ બ્રહ્માંડ નવલા નોરતામાં માઈભક્તો માતાજીના વિવિધ સ્વરૃપો સાથે નિહાળી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *