વૅક્સિન નહીં તો દર્શન નહીં: ચોટીલામાં રસીનું પ્રમાણપત્ર લાવનારને જ મંદિરમાં મળશે પ્રવેશ

DHARMIK

જીવલેણ કોરોના વાઈરસની ત્રીજી લહેરની આશંકાને જોતા વહીવટી તંત્ર સજાગ છે. આ માટે વૅક્સિનેશન અભિયાન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. કોરોનાથી બચવા માટે ચોટીલા માતાજીના મંદિરમાં પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે હવે ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વૅક્સિન લીધા વિના આવનારને મંદિરમાં પ્રવેશ નહીં મળે.

ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલા નવા નિર્ણય મુજબ, કોરોના વૅક્સિન લીધી હશે, તેવા ભક્તોને જ મંદિરમાં માતાજીના દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે. આથી દર્શન માટે આવતા ભક્તોએ કોરોના વિરોધી રસી લીધી હોય તેનું પ્રમાણપત્ર પોતાની સાથે રાખવાનું રહેશે. આ સાથે જ મંદિરમાં દર્શાનાર્થે આવતા તમામ ભાવિક ભક્તોએ વૅક્સિનનું પ્રમાણપત્ર બતાવવાનું રહેશે.

ચોટીલા મંદિરના મહંત દ્વારા પણ દર્શનાર્થે આવતા તમામ શ્રદ્ધાળુઓને કોવિડ વૅક્સિન લેવા માટે અપીલ કરવામાં આવી છે. આટલું જ નહીં, મંદિરમાં આવતા ભક્તોએ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *