છોકરીએ આપ્યો સાપને જન્મ, માતાએ ‘સાપ’ને મારવાની કોશિશ કરી તો થઇ ગઇ ગાયબ અને પછી…

nation

એક વ્યક્તિ સાપને જન્મ આપે અને પછી જ્યારે તેને કોઇ મારી નાખવા ઇચ્છે તો ત્યાં સાપ નજરે ન પડે શુ તે સંભવ લાગે છે? કદાચ જ કહેશો ના, પરંતુ જ્યારે તમે હિમાલયના મંડી જિલ્લાના દેવ પશાકોટની આજુબાજુના લોકોને પૂછશો, ત્યારે તમે તેમના જવાબ સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો, કેમ કે તેનો જવાબ હા પાડી દેશે. આશ્ચર્યજનક બાબત એ છે કે અહીં તમને આવી કેટલીક વાતો સાંભળવામાં આવશે, જેને તમે જાણીને નહીં માનો, પરંતુ તેઓનું માનવું છે કે તે શરૂથી જ અંતિમ સુધી સાંભળશો તો તમારે માનવા માટે મજબૂર થવું પડશે અને ચમત્કારની આગળ માથુ નમાવવું પડશે તો આવો જોઇએ આ કેવો ચમત્કાર, કેવી રીતે એક કન્યાએ આપ્યો સાપને જન્મ અને તે કેવી રીતે દેવતા બનીને પૂજાવવા લાગે છે.

દેવ પશાકોટ એ ચૌહાર ખીણના મુખ્ય દેવ છે. એવું માનવામાં આવે છે કે તે ફક્ત લોકોની ઇચ્છાઓને જ પૂર્ણ કરતા નથી. .પરંતુ તેઓ રોજિંદા જીવનમાં આવતી સમસ્યાઓ પણ દૂર કરે છે. હા, લોકો અહીં અંદરો અંદર થયેલા ઝઘડાઓને પશાકોટ દેવના આશ્રય સ્થાને આવી સમાધાન કરે છે.


દેવ પશાકોટ મંદિરના નિર્માણમાં સામાન્ય મંદિરોના નિર્માણ કરતા વધુ સમય લાગ્યો હતો. પૌરાણિક કથા અનુસાર, આ મંદિર બનાવવા માટે પશાકોટ દેવનો હુકમ હતો કે નિર્માણ કાર્ય ખાલી પેટ પર થવું જોઈએ. ખોરાક ખાધા પછી મંદિરના નિર્માણ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ જ કારણ હતું કે કારીગરોએ સામાન્ય કરતા વધુ સમય લીધો. આ મંદિરનું નિર્માણ કાષ્ઠ કુણી શૈલીમાં કરવામાં આવ્યું છે. જે તેને વધુ અલૌકિક બનાવે છે.

દેવ પશકોટ મંદિર લોહરડીથી લગભગ 15 કિલોમીટર દૂર મરાડ નામના સ્થળે સ્થિત છે. પૌરાણિક કથા અનુસાર, ઘણા વર્ષો પહેલા, એક ભરવાડની પુત્રી પ્રાણીઓને ચરાવવા માટે મરાડ જાય છે. ત્યાં એક તળાવ હતું. જ્યારે તે થાકી જાય ત્યારે તે ત્યાં બેસી રહેતી. જો તરસ લાગી હોય તો તે તેજ તળાવનું પાણી પી લેતી. પરંતુ દરરોજ ત્યાં એકજ અવાજ સંભળાતો કે નીચે પડી જવું” અને “નીચે પડી જવું”. તે કશું સમજી શકતી ન હતી. તે પાણી પીતી અને તે અવાજને તેનો વ્હેમ માનીને ઘરે જતી રહેતી.

ભરવાડની પુત્રી તળાવમાંથી પાણી પીને દિવસે દિવસે નબળી પડી રહી હતી. એક દિવસ તેની માતાએ પૂછ્યું કે શું થયું છે તું ખૂબ જ નબળી પડી રહી છે. પછી તેણે તળાવના પાણીની ઘટના વર્ણવી. આના પર, તેની માતાએ કહ્યું કે જ્યારે તેને અવાજ સંભળાય ત્યારે કહી દેજે કે પડી જા. બીજે દિવસે જ્યારે છોકરી પ્રાણીઓ સાથે તળાવ પર ગઈ અને પાણી પીવા લાગી, ત્યારે ફરી તે જ અવાજ સંભળાયો. પછી તેણે માતાની વાત મુજબ કહ્યું, પડી જા.

વાર્તા એવી છે કે જ્યારે યુવતીએ કહ્યું કે પડી જા, નદી પર સ્થિત પર્વત તરત જ પડી ગયો. આ પછી, ભારે વરસાદ પડ્યો અને તે છોકરી ત્યાંથી ગાયબ થઈ ગઈ અને પાણીમાં વહેતા ટિકન પાસે આવી. હાલમાં આ સ્થળે પાશકોટ દેવતાનું મંદિર છે. કહેવાય છે કે પશાકોટ દેવે તે છોકરી સાથે લગ્ન કર્યા. લાંબા સમય પછી, તે તેની પિયર મરાડ ગઇ. જ્યાં તેણે સાપને જન્મ આપ્યો. આ જોઈને તેની માતા આશ્ચર્યચકિત થઇ ગઇ અને સાપને મારી નાખવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે પછી તે છોકરી અને સાપ બધા ગાયબ થઈ ગયા અને ટિકન પહોંચી ગયા.

દંતકથા છે કે આ સાપ મહાનગ, અજિયાપાલ અને બ્રહ્મા દેવ તરીકે ઓળખાતા હતા. એવું માનવામાં આવે છે કે ભરવાડની પુત્રી ગર્ભાવસ્થા દરમિયાન તેની ખુશીઓ શેર કરવા માટે ગઈ હતી. તે જ રીતે, પશાકોટ દેવ આજે પણ દર ત્રણ વર્ષે સાપના રૂપમાં મરાડ જાય છે. કહેવામાં આવે છે કે તે જ નદીમાંથી પસાર થાય છે જ્યાં ભરવાડની પુત્રી પાણી પીતી હતી. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ તે મરાડ જાય છે, નદીની આજુબાજુ, લોકોને ઢોલ નગારાનો અવાજ સંભળાય છે. જો કે આ અવાજો ક્યાંથી આવે છે? તે આજદિન સુધી જાણી શકાયું નથી.

દર ત્રણ વર્ષે, દેવ પશાકોટની યાત્રા નીકળે છે જે મરાડ તરફ જાય છે. એવું માનવામાં આવે છે કે ગામના દરેક ઘરના કોઈક સભ્ય તેમાં શામેલ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોકો આ યાત્રામાં જોડાય છે અને પશાકોટ તરફ નમન કરે છે અને માનતાનો દોરો બાંધે છે. એવું કહેવાય છે કે પાશકોટના દેવતાની આ યાત્રામાં ભાગ લેનારા ભક્તોની થેલી ક્યારેય ખાલી હોતી નથી. આજે પણ જ્યારે આ યાત્રા મરાડ પહોંચે છે ત્યારે તે પથ્થર પર સાપ જ સાપ દેખાય છે. જ્યારે તે યાત્રા પરત ટિકન આવે છે તો શ્રદ્ધાળુંઓને સાપના રૂપમાં પશાકોટ દેવના દર્શન થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *