છેલ્લો ઘૂંટડો સિદ્ધાર્થ શુક્લાના ગળામાં જ રહી ગયો, ફ્લેટ નં. 1204ની ખોફનાક દાસ્તાન

GUJARAT

મોત પહેલાંના થોડાં કલાકો પહેલાં શું બન્યું હતું ફ્લેટ નંબર 1204માં?

સિદ્ધાર્થ શુક્લા કોઈ પ્રોજેક્ટના કામ અર્થે પહેલી સપ્ટેમ્બરની બપોરે મીટિંગમાં ગયો હતો.
રાત્રે સાડા આઠ વાગે ઘરે આવ્યો.

ત્યારબાદ સાડા દસ સુધી જોગિંગ માટે બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં હતો. આ સમયે તેની માતા પણ જોડે હતી.
સાડા દસ વાગે ઘરે પરત ફર્યો હતો.
રાત્રે થોડું જમીને સૂવા જતો રહ્યો હતો

આ દરમિયાન તેને બેચેની થતી હતી, પરંતુ માતા રીટા શુક્લાએ જ્યૂસ તથા પાણી આપીને સૂવાનું કહ્યું હતું.
સવારે પાંચ વાગે રીટા શુક્લાએ બંને દીકરીઓને બોલાવી હતી. બંને દીકરીઓ આ જ બિલ્ડિંગની બી વિંગમાં રહે છે.
દીકરીઓ આવ્યા બાદ તેમણે ભાઈને જોયો અને ડોક્ટરને બોલાવ્યા.

સવારે સાતથી આઠ વાગ્યાની વચ્ચે ફેમિલી ડૉક્ટર ઘરે આવ્યા હતા અને કૂપર હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી.
સાડા આઠ વાગે એમ્બ્યુલન્સ આવી હતી. પરિવાર સિદ્ધાર્થને લઈ કૂપર હોસ્પિટલ ગયો હતો.
9 વાગીને 25 મિનિટ પર પરિવાર સિદ્ધાર્થને હોસ્પિટલ લઈને આવ્યો હતો.
સાડા દસ વાગે સિદ્ધાર્થને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

 

સિદ્ધાર્થ માતાની ઘણી જ નિકટ હતો.
પરિવારે શું આપ્યું નિવેદન?
સિદ્ધાર્થ શુક્લાના પરિવારે પોલીસને આપેલા નિવેદન પ્રમાણે, ‘સિદ્ધાર્થ ગઈ કાલ (બુધવાર, પહેલી સપ્ટેમ્બર) સાંજ સુધી એકદમ ઠીક હતો. વહેલી સવારે 2-4 વાગતા તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને બેચેની થતી હતી. તેણે ઠંડું પાણી માગ્યું હતું અને પછી તે સઈ ગયો હતો. ત્યારબાદ થોડીવાર બાદ ફરી તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને પાણી માગ્યું હતું. પાણી પીતા સમયે અચાનક જ સિદ્ધાર્થ બેભાન થઈને ઢળી પડ્યો હતો. ડૉક્ટરની સલાહ પ્રમાણે તેને કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને અહીંયા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.’

શહનાઝના ખોળામાં હતો સિદ્ધાર્થ
મીડિયાએ શહનાઝ ગીલના પિતા સંતોખ સિંહ સુખ સાથે વાત કરી હતી. મીડિયા અહેવાલ પ્રમાણે, સંતોખે કહ્યું હતું, ‘દીકરીના રડી રડીને હાલ બેહાલ છે. તેણે કહ્યું હતું કે પપ્પા તેણે મારા ખોળામાં અંતિમ શ્વાસ લીધા હતા. હવે હું કેવી રીતે જીવીશ? મારા ખોળામાં તે દુનિયા છોડીને જતો રહ્યો.’

ઉલ્લેખનીય છે કે ‘બિગ બોસ 13’માં સિદ્ધાર્થ તથા શહનાઝ સાથે હતા અને અહીંથી જ બંને વચ્ચે અફેર હોવાની વાત શરૂ થઈ હતી. શો પૂરો થયા બાદ પણ શહનાઝ તથા સિદ્ધાર્થ અનેક જગ્યાએ સાથે જોવા મળતા હતા. જોકે, બંનેમાંથી કોઈએ પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો.

​​​​​​મોતના સમયે રીટા શુક્લા ને શહનાઝ સાથે હતા
સૂત્રોના મતે, સિદ્ધાર્થ શુક્લા મુંબઈના અંધેરી વેસ્ટમાં કાસુરિનાના ફ્લેટ નંબર 1204 Aમાં રહેતો હતો. ઘરમાં સિદ્ધાર્થની માતા રીટા શુક્લા તથા મહિલા મિત્ર તથા એક્ટ્રેસ શહનાઝ ગીલ હાજર હતા.

ડોક્ટરને ના પાડી હોવા છતાંય વર્કઆઉટ કરતો હતો
ફેમિલી ડૉક્ટરે સિદ્ધાર્થને વધુ વર્કઆઉટ કરવાની ના પાડી હતી. જોકે, સિદ્ધાર્થે ડૉક્ટરની વાત માન્યા વગર રોજ 3-4 કલાક વર્કઆઉટ કરતો હતો.

સૂતા પહેલાં દવાઓ લીધી હતી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સિદ્ધાર્થે રાત્રે (બુધવાર, 1 સપ્ટેમ્બર) કેટલીક દવાઓ લીધી હતી, પરંતુ ત્યાર બાદ તે ઊઠ્યો નહીં. સિદ્ધાર્થને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, તે હોસ્પિટલ પહોંચે તે પહેલાં ત તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. હોસ્પિટલે પછી પુષ્ટિ કરી હતી કે સિદ્ધાર્થનું મોત હાર્ટ-અટેકને કારણે થયું છે.

સિદ્ધાર્થ શુક્લાએ છેલ્લે કરન કુંદ્રા સાથે વાત કરી હતી
સિદ્ધાર્થ શુક્લાએ બુધવાર (પહેલી સપ્ટેમ્બર) રાત્રે ટીવી એક્ટર કરન કુંદ્રા સાથે વાત કરી હતી. કરન કુંદ્રાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘શોકિંગ, હજી ગઈ કાલ રાત્રે અમે ફોન પર વાત કરી હતી. અમે વાત કરી હતી કે લાઇફમાં બધું જ કેટલું સારું છે. વિશ્વાસ નથી થતો. યાર તું આટલો જલ્દી જતો રહ્યો. રેસ્ટ ઇન પીસ. તારો હસતો ચહેરો યાદ કરીશ. હું ઘણો જ દુઃખી છું.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *