ચૌધાર આંસુઓથી રડતી જોવા મળી સિદ્ધાર્થની મનગમતી આ વ્યક્તિ, કહેવાતી હતી બેસ્ટ જોડી

BOLLYWOOD

ઓશિવારામાં સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કારની તૈયારી કરવામાં આવી રહી છે. તેની સૌથી નજીક અને ખાસ મિત્ર ગણાતી શહેનાઝ અંતિમ સંસ્કારમાં પહોંચી છે. શહેનાઝ ગિલની સ્મશાન ઘાટથી તસવીરો સામે આવી છે. આ તસવીરો જોઇને તમે પણ હચમચી જશો. તસવીરોમાં જોઇ શકો છો કે શહેનાઝની હાલત ખુબ ખરાબ છે. ચોંધાર આંસુએ રડી રહી છે અને તે સિદ્ધાર્થને અંતિમ વિદાય આપવા પહોંચી છે. તો આવો જોઇએ તેની તસવીરો…

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે સિદ્ધાર્થ શુક્લાના મોતથી શોકનો માહોલ છે. ગઇ કાલે અચાનક હાર્ટ એટેકના કારણે તેનું નિધન થયું હતું જે બાદ કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવ્યા છે. સિદ્ધાર્થ પંચતત્વોમાં વિલીન થઈ ગયો છે. સિદ્ધાર્થના માતા અને પરિવારજનોની સ્થિતિ ખરાબ છે.

પુત્રના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છે. અંતિમ સંસ્કારમાં બોલીવુડના સેલિબ્રિટીઓ ઉપરાંત સિદ્ધાર્થના નજીકના મિત્રો પહોંચ્યા હતા. સિદ્ધાર્થ શુકલાના આજે મુંબઇમાં અંતિમ સંસ્કાર થવાના છે. સિદ્ધાર્થ શુકલાના માતા સ્મશાન ઘાટ પહોંચ્યા હતા. તેમની સાથે સિદ્ધાર્થની બહેન પણ છે. જ્યારે તેની ખાસ મિત્ર શહનાજ ગીલ પણ સ્મશાનઘાટ પહોંચી હતી.

સિદ્ધાર્થ શુક્લાને અંતિમ વિદાય આપવા માટે શહનાજ ગિલ પણ સ્મશાન ઘાટ પહોંચી છે જ્યાંથી તેની કેટલીક તસવીરો સામે આવી છે જેને જોઇને અંદાજો લગાવી શકાય છે કે શહનાજની હાલત ખરાબ છે.

ફેન્સ પણ તેની હાલત જોઇને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં લિમિટેડ લોકો જ સામેલ થશે. જેમા લોકોના નામનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. બ્રહ્મકુમારી રીતિ-રિવાજની સાથે સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર થઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગઇ કાલે સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેક આવવાના કારણે નિધન થયું હતું. મુંબઇના કૂપર હોસ્પિટલમાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. તેનું પોસ્ટમોર્ટમ 5 ડોક્ટર્સની ટીમ દ્વારા પોલીસની દેખરેખમાં કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *