‘ચાર ચાર બંગડીવાળી ગાડી’થી ફેમસ કિંજલ દવેને પિતાએ ગિફ્ટમાં આપી લક્ઝુરિયસ કાર

BOLLYWOOD

કિંજલ દવે-આ નામ ગુજરાતમાં અને દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓમાં પોતાની અલગ જ છાપ બનાવી ચૂક્યું છે. કિંજલ દવેની ગાયીકી સરહદોના સીમાડા વટાવી અને વિદેશમાં પણ પહોંચી ચૂકી છે. પોતાના મધમીઠા કંઠથી ફેન્સમાં પોતાનો જાદૂ રેલાવનાર કિંજલ દવેએ આ લોકપ્રિયતા મેળવવા સંઘર્ષ પણ કર્યો છે. હવે સફળતાને એન્જોય કરતી કિંજલ દવેએ નવી કાર સાથેની તસવીર પોસ્ટ કરી હતી અને ફેન્સ સાથે ગુડ ન્યૂઝ શૅર કરી હતી.

કિંજલ દવેએ શૅર કરી ગુડ ન્યૂઝ

કિંજલ દવેએ બ્રાન્ડ ન્યૂ કાર સાથે પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે,’કોઈ કારણ વગર Gift એ તો બાપ જ હોય ને!!’ આ સાથે જ તેણે નમસ્તે અને હાર્ટ શેપ ઈમોજી પણ આપ્યું હતું. કિંજલ દવેએ જેવી આ તસવીર શૅર કરી કે ફેન્સ તેને નવી કાર માટે અભિનંદન પાઠવવા લાગ્યા હતાં. નોંધનીય છે કે કિંજલ દવેને તેના પિતાએ નવી કિયા સોનેટ ગિફ્ટમાં આપી છે. જેની એક્સ શો રુમ (દિલ્હી) કિંમત 6.71 લાખથી 11.99 લાખ સુધી જાય છે. આ કાર ત્રણ એન્જિન ઓપ્શન સાથે 24 ફર્સ્ટ ઈન સેગમેન્ટ ફીચર્સ સાથે આવે છે.

શું છે કિંજલ દવેની કારની ખાસિયત?
અત્યાર સુધી કિંજલ દવે પાસે ઈનોવા કાર હતી પરંતુ હવે તે નવી કાર કિયાની માલિક બની છે. નોંધનીય છે કે, કિયા મોટર્સે ભારતમાં આ તેની ત્રીજી કાર લોન્ચ કરી છે. કિયા સોનેટમાં 24 ફીચર્સ એવા છે જે આ સેગમેન્ટમાં પહેલીવાર જ આપવામાં આવી રહ્યાં છે. આ ફીચર્સમાં 10.25- ઈંચનું ઈન્ફોટેઈન્મેન્ટ સિસ્ટમ, ડીઝલ ઓટોમેટિક વેરિયન્ટ, મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં પણ સ્માર્ટ કી રિમોટ એન્જિન સ્ટાર્ટ, વાયરસ પ્રોટેક્શન ધરાવતું સ્માર્ટ એર પ્યૂરીફાયર અને ડ્રાઈવર અને કો-પેસેન્જર વેન્ટિલેટેડ સીટ્સ જેવા ફીચર્સનો સમાવેશ થાય છે.

કેવું છે કારનું ઈન્ટિરિયર?
આ કારના ઈન્ટિરિયરમાં મોટી ટચસ્ક્રિન સાથે વર્ટિકલ AC વેન્ટ્સ, 4.2 ઈંચનું ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, 3-સ્પોક સ્ટિયરિંગ વ્હીલ, ક્રૂઝ કંટ્રોલ, એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ બટન, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર, ટ્રેક્શન કંટ્રોલ અને 7 સ્પીકર BOSE ઓડિયો સિસ્ટમ આપવામાં આવી છે. આ ઉપરાંત હાઈટ એડજસ્ટમેન્ટ સાથે ડ્રાઈવર સીટ, વાયરલેસ ચાર્જિંગ, સનરુફ જેવા ફીચર્સ પણ તમને મળી શકે છે. કારની સુરક્ષામાં 6 એરબેગ્સ, ફ્રન્ટ અને રિયર પાર્કિંગ સેન્સર્સ, ABS with EBD, બ્રેક આસિસ્ટ, ટાયર પ્રેશર મોનિટર, પ્રોજેક્ટ હેડલેમ્પ અને ઓટો હેડલેમ્પના ઓપ્શન પણ મળે છે.

Leave a Reply

Your email address will not be published.