‘ચારઆની’ જેવો સિક્કો વેચાઇ રહ્યો છે બે કરોડ રૂપિયામાં, રહસ્ય જાણવા જેવું ખરું

social

બ્રિટનમાં ખજાનાની શોધ કરનાર એક શખ્સના હાથે ગયા વર્ષે એક પ્રાચીન અને ખૂબ જ કિંમતી સિક્કો હાથ લાગ્યો હતો. આ Anglo-Saxon સિક્કો વિલ્ટશાયર અને હેમ્પશાયર બોર્ડર પર વેસ્ટ ડીનમાં મેટલ ડિટેક્ટરની મદદથી શોધાયો હતો. 30 પેંસનો ગોલ્ડ કોઇન ગયા વર્ષે માર્ચમાં મળ્યો હતો. અનુમાન છે કે એક હરાજીમાં આ લગભગ 2,00,000 પાઉન્ડ એટલે કે અંદાજે બે કરોડ રૂપિયામાં વેચાઇ શકે છે.

8 વર્ષથી ખજાનો શોધી રહ્યા હતા શખ્સ
મીડિયા રિપોર્ટસના મતે સિક્કાનું વજન 4.82 ગ્રામ છે. કહેવાય છે કે આ 802 અને 839ની વચ્ચે વેસ્ટ સેક્સનના રાજા એક્ગબર્ટના સમયમાં રેતીમાં ફસાઇ ગયો હતો. સિક્કાનો વ્યાસ એક ઇંચથી પણ ઓછો છે. હરાજી દરમ્યાન સિક્કામાંથી મોટી રકમ મળવાની આશા છે. આ હરાજી 8 સપ્ટેમ્બરના રોજ થશે અને તેનું આયોજન ઓક્શનર્સ ડિક્સ નૂનન વેબ કરશે. રિપોર્ટ કહે છે કે સિક્કાને શોધનાર શખ્સ છેલ્લાં 8 વર્ષથી ખજાનાને શોધી રહ્યા હતા.

પહેલી નજરમાં બટન જેવું લાગ્યું હતું
સિક્કાની શોધમાં તેઓ વિલ્ટશાયર અને હેમ્પશાયર બોર્ડર પર કેટલાંય વર્ષોથી ફરી રહ્યા હતા. એક દિવસ અચાનક મેટલ ડિટેકટરની સાથે ફરી રહ્યા હતા તેને એક જગ્યા પર મેટલ ડિટેકટરમાં ઇન્ડિકેટરનો અવાજ સંભળાયો. તેણે એ જગ્યાનું ખોદકામ કર્યું તો ત્યાંથી આ સિક્કો મળ્યો. પહેલી નજરમાં જોવા પર તેણે આ કોઇ શર્ટનું તૂટેલું બટન જેવું લાગ્યું, તેના પર સોનાનું પાણી ચઢાવ્યું હશે. નજીકથી જોવા પર તેઓ સમજી ગયા કે આ બટન નથી પરંતુ સોનાનો સિક્કો છે.

સોના સિવાય ચાંદી અને તાંબુ પણ હાજર
સિક્કા પર સેક્સન શબ્દના એક મોનોગ્રામની ચારેયબાજુ રાજાનું શીર્ષક એક્ગબોરહટ રેક્સ અંકિત કર્યું છે. ડિક્સ નૂનન વેબમાં કોઇન ડિપાર્ટમેન્ટના પ્રમુખ પીટર પ્રેસ્ટન-મોર્લે કહ્યું છે કે એક્ગબરહટ કિંગના સોનાના સિક્કા 2020માં મળવા સુધી સંપૂર્ણપણે અજાણ હતા. મિરરના એક રિપોર્ટ અનુસાર સિક્કાની તપાસ જૂન 2021માં કરાઇ હતી. જેમાં કહ્યું કે આ ‘શુદ્ધ સોના’માંથી બનેલ છે. તપાસમાં ખબર પડી કે તેમાં ખૂબ જ ઓછી માત્રામાં ચાંદી અને તાંબુ પણ છે.

Leave a Reply

Your email address will not be published.