ચમત્કારિક ગણેશ મંદિર, જ્યાં ઊંધો સાથિયો બનાવવાથી થઈ જાય છે તમામ મનોકામનાઓ પૂર્ણ

DHARMIK

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં આવેલા ખજરાણા ગણેશ મંદિરના ચમત્કારની કહાણી દૂર દૂર સુધી ફેલાયલી છે. ભક્તોની આસ્થાનું આ પવિત્ર સ્થળ છે જ્યાં ઠેરઠેર ભગવાનના ચમત્કાર રહેલા છે. સંતાનની કામના, ધનની ઇચ્છા, નોકરીની જરૂરથી લઇને વિદ્યા અને બુદ્ધિ સુધીનું વરદાન ભક્તોને આ મંદિરમાં આવીને મળે છે. આ ચમત્કારિક મંદિર વિશે કહેવામાં આવે છે કે આ મંદિરમાં સ્વયંભૂ ગણપતિ પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ભક્તોએ અહીં આવીને ફક્ત ઊંધો સાથિયો (સ્વસ્તિક) બનાવવાનો રહે છે.

મંદિરની ત્રણ પરિક્રમા લગાવતા દોરો બાંધવાથી પણ ઇચ્છા પૂર્ણ થાય છે

ખજરાણા મંદિરમાં ભગવાન ગણેશના મંદિરની પાછળ દીવાલ એટલે કે ગણેશજીની પીઠ પર લોકો ઊંધો સાથિયો બનાવે છે અને માનતા પૂર્ણ થયા બાદ ફરી અહીં આવીને સીધો સાથીઓ બનાવે છે. કહે છે કે આ પ્રથા અનેક વર્ષોથી ચાલી રહી છે. માનવામાં આવે છે કે આ મંદિરમાં ઊંધો સ્વસ્તિક બનાવવાથી ઇચ્છા પૂર્ણ થાય છે. એક અન્યા માન્યતા છે કે મંદિરની ત્રણ પરિક્રમા લગાવતા દોરો બાંધવાથી પણ ઇચ્છા પૂર્ણ થાય છે.

ગણેશ ભગવાને એક પંડિતને દર્શન આપ્યા હતા

ખજરાણા ગણેશ મંદિરનું નિર્માણ 1735માં તત્કાલીન હોલ્કર વંશની શાસક અહલ્યાબાઈ હોલ્કરે કરાવ્યું હતુ. કહેવામાં આવે છે કે ખજરાણા ગણેશ મંદિરના નિર્માણ માટે ગણેશ ભગવાને એક પંડિતને દર્શન આપ્યા હતા. સ્વપ્ન આવ્યું કે અહીં ભગવાન ગણેશની મૂર્તિ જમીનમાં દટાયેલી છે, તને ત્યાંથી નીકાળો. આ સપના વિશે પંડિતે તમામને જણાવ્યું. રાણી અહલ્યાબાઈ હોલ્કરે સ્વપ્ન અનુસાર એ જગ્યાએ ખોદકામ કરાવ્યું અને ઠીક એવી જ ભગવાન ગણેશની મૂર્તિ મળી જે સ્વપ્નમાં આવી હતી, ત્યારબાદ અહીં નિર્માણ કરવામાં આવ્યું.

સૌથી ધનાઢ્ય ગણેશ મંદિરોમાંથી એક

ગણપતિજીનું આ મંદિર દેશના સૌથી ધનાઢ્ય ગણેશ મંદિરોમાંથી એક માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ અહીં આવીને દિલ ખોલીને દાન કરે છે. આમ તો રોજ વિધિ-વિધાનથી આ મંદિરમાં પૂજા કરવામાં આવે છે, પરંતુ બુધવારના દિવસે ગણપતિને ખાસ કરીને લાડુઓનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ દિવસે અહીં ખાસ પૂજા અને આરતી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *