ચૈત્રી પૂનમનું છે ખાસ મહત્વ, આ ઉપાય કરવાથી અજાણતા થયેલા તમામ પાપ થશે નષ્ટ

GUJARAT

વિશ્વની મોટાભાગની સંસ્કૃતિમાં જીવનની રોજિંદી ઘટમાળમાં અમુક ગૂઢ બાબતોને સહજતાથી વણી લેવામાં આવી છે. આ વાત ભારતીય સંસ્કૃતિને વધુ સચોટ રીતે લાગુ પડે છે. તેના માટે જો વિશેષ ચિંતન અને મનન કરવામાં આવે તો ઘણાં રહસ્યો સાંપડે છે.

આપણા વ્યવહારમાં દરરોજ ડગલે ને પગલે આપણે તિથિ- વાર- તારીખનો ઉલ્લેખ કરીએ છીએ. આ પ્રત્યેક તિથિ એટલે અંતરીક્ષમાં ભ્રમણ કરતાં સૂર્ય અને ચંદ્રનું એકબીજા વચ્ચેનું અંશાત્મક અંતર છે. ચૈત્રી પૂનમનો દિવસ પણ એક પ્રબળ જ્યોતિષ સંયોગ છે. જન્મકુંડળીમાં બાર સ્થાન વચ્ચે મહત્ત્વનો ત્રિકોણયોગ બને છે. એમ ચાંદ્ર વર્ષના બાર મહિના વચ્ચે પણ મહત્ત્વનો ત્રિકોણ બને છે.

તા. ૨૭-૦૪-૨૦૨૧ ને મંગળવારના દિવસે ચૈત્ર સુદ પૂનમ (ચૈત્રી પૂર્ણિમા)નો મહત્ત્વનો દિવસ છે. આ દિવસ ઘણી બધી વિશિષ્ટતા ધરાવે છે. જોકે વ્રતની પૂનમ તા.૨૬ એપ્રિલ ને સોમવારે છે.

(૧) ચૈત્રી પૂનમ એટલે હનુમાન જયંતી.

(૨) ઉત્તર ગુજરાતમાં કર્કવૃત્ત પર આવેલી શક્તિપીઠ બહુચરાજી ખાતે વિશેષ પ્રકારનું પૂજન- અર્ચન અને ચૈત્રી પૂનમનો મેળો વર્ષોથી યોજાય છે.

(૩) જૈન ધર્મમાં મહત્ત્વની મનાતી સિદ્ધાચલજીની યાત્રા તથા જૈન આયંબિલ ઓળીની સમાપ્તિ.

(૪) ભારતભરમાં કાર્તિક સ્નાન, માઘ સ્નાન અને વૈશાખ સ્નાન ઉત્તર ભારતીય માસ મુજબ એક માસ સુધી હોય છે. ઉત્તર ભારતમાં ર્પૌિણમાન્ત પ્રથા છે. આથી ચૈત્રી પૂનમને દિવસે પવિત્ર વૈશાખ સ્નાન વ્રતનો આરંભ થાય છે.

(૫) વસંતસંપાત દિન – ૨૧ માર્ચ પછીની પૂનમે કે તે પછીના રવિવારનો દિવસ એટલે ખ્રિસ્તી ધર્મમાં ઇસ્ટર સન્ડે. આ ઇસ્ટરનો દિવસ ખ્રિસ્તી તહેવારોના નિર્ણયમાં મહત્ત્વનો દિવસ ગણાય છે.

આપણા ચાંદ્ર વર્ષના બાર મહિના કારતક, માગશર, વગેરેમાં બીજા- છઠ્ઠા અને દસમા માસ (માગશર- ચૈત્ર અને શ્રાવણ માસ) થકી એક મહત્ત્વનો ત્રિકોણ રચાય છે. તેથી જ્યોતિષ અને ધર્મશાસ્ત્રમાં માગશર માસની પૂનમ દત્ત જયંતી. ચૈત્ર માસની પૂનમ હનુમાન જયંતી. શ્રાવણ માસની પૂનમ એટલે બળેવ, રક્ષાબંધન.

આમ ચૈત્રી પૂનમનો દિવસ આરોગ્ય, જ્યોતિષ, અધ્યાત્મ અને વૈદકની દૃષ્ટિએ ભારતીય સંસ્કૃતિમાં અનોખું સ્થાન ધરાવે છે તેની જાણકારી બહુ ઓછા લોકોને છે.  ભગવાન સૂર્યનારાયણે તા.૧૪મી એપ્રિલના રોજ નિરયન મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. તા. ૧૪મી મે સુધી એક માસ દરમિયાન પોતાની આ ઉચ્ચ રાશિમાં રહેશે. બારેય રાશિના જાતકો માટે આ ઉચ્ચ રાશિમાં રહેલા સૂર્યની અસરો વધુ મહત્ત્વની અને નિર્ણાયક બની રહે છે.  ચૈત્રી પૂનમના દિવસે બારેય રાશિવાળી વ્યક્તિઓએ શું કરવું જોઈએ?

(૧) મેષ રાશિના જાતકોએ મંગળના મંત્ર તથા સૂર્યના મંત્રની એક એક માળા કરવી. જેથી આરોગ્ય બાબતે અનુકૂળતા રહે. બઢતી-બદલીમાં હકારાત્મક અસરો અનુભવાય.

(૨) વૃષભ રાશિના જાતકોએ શુક્રના મંત્ર તથા સૂર્યના મંત્રની એક એક માળા કરવી. જેથી આર્થિક પ્રતિકૂળતામાં ઘટાડો થાય. વાદવિવાદથી દૂર રખાવે.

(૩) મિથુન રાશિવાળાએ બુધના મંત્ર તથા સૂર્યના મંત્રની એક એક માળા કરવી, જેથી મૈત્રી ભાગીદારીમાં અનુકૂળતા જણાય.

(૪) કર્ક રાશિવાળા જાતકોએ ચંદ્રના મંત્ર તથા સૂર્યના મંત્રની એક એક માળા કરવી, આમ કરવાથી વ્યવસાયલક્ષી અવરોધ હળવા બને.

(૫) સિંહ રાશિવાળાએ સૂર્યના મંત્રની બે માળા કરવી, જેથી ભાગ્યોદય તેમજ પ્રગતિ અંગેના પ્રશ્નોમાં અનુકૂળતા વધે. પ્રગતિ જણાય.

(૬) કન્યા રાશિવાળા જાતકોએ બુધના મંત્ર તથા સૂર્યના મંત્રની એક એક માળા કરવી, જેથી  આરોગ્ય અંગેની તકલીફેમાં સુધારો જણાય.

(૭) તુલા રાશિવાળાએ શુક્રના મંત્ર તથા સૂર્યના મંત્રની એક એક માળા કરવી, જેથી પરિવાર તથા  આજીવિકા બાબતે અવરોધ હળવા બની શકે છે.

(૮) વૃશ્ચિક રાશિના જાતકોએ મંગળના મંત્ર તથા સૂર્યના મંત્રની એક એક માળા કરવી, જેથી સ્પર્ધાત્મક બાબતે સફ્ળતા મળે. અભ્યાસમાં પ્રગતિ અનુભવાય.

(૯) ધનુ રાશિવાળાએ ગુરુના મંત્ર તથા સૂર્યના મંત્રની એક એક માળા કરવી, જેથી સંતાન તથા  વિદ્યાભ્યાસ અંગે હકારાત્મક અસરો અનુભવાય. કાર્યક્ષેત્રના અવરોધ દૂર થાય.

(૧૦) મકર રાશિવાળાએ શનિના મંત્ર તથા સૂર્યના મંત્રની એક એક માળા કરવી જોઇએ, જેથી સ્થાવર જંગમ સંપત્તિ બાબતે રાહત જણાય. પરદેશથી લાભ કરાવી શકે છે.

(૧૧) કુંભ રાશિવાળાએ શનિના મંત્ર તથા સૂર્યના મંત્રની એક એક માળા કરવી જોઇએ, જેથી પ્રગતિમાં અનુકૂળતા જણાય. મહેનતનું ફ્ળ મળે. આર્થિક ભીડમાં રાહત રહે.

(૧૨) મીન રાશિવાળાએ ગુરુના મંત્ર તથા સૂર્યના મંત્રની એક એક માળા કરવી, જેથી આર્થિક ભીડમાં  રાહત અનુભવાય.

ચૈત્રી પૂનમના દિવસે સાત્ત્વિક પ્રયોગોઃ

(૧) આ દિવસે ઉપર સૂચવેલા મંત્રો થઇ શકે તેમ ન હોય તો વહેલી સવારે સ્નાન કરી પવિત્ર સ્થળે શાંતિથી કુળદેવી માતાજી કે ઇષ્ટદેવતાના મંત્રો યથાશક્તિ કરી શકાય. સાંજે પૂર્ણ ચંદ્રનાં દર્શન કરવાં જોઇએ. શુદ્ધ-સાત્ત્વિક ભોજન કરવું. ફ્ળાહારથી ઉપવાસ થાય તો ઉત્તમ ગણાય.

(૨) આ દિવસે પોતાના ગામમાં કે દાદા-પરદાદાના ગામમાં (વતનમાં) જળાશયના વિકાસ, મરામત કે લોકોને ઉપયોગી અન્ય સેવાકીય પ્રવૃત્તિમાં યથાયોગ્ય યોગદાન આપવું જોઇએ.

Leave a Reply

Your email address will not be published.