બુધ થઈ રહ્યો છે વક્રી- કર્ક રાશિમાં કરશે ગોચર, આ 5 જાતકોને થશે જોરદાર ફાયદો

DHARMIK

આ મહિનાની સમાપ્તિ ઉપર 28 તારીખે બુધ માર્ગી થવા જઈ રહ્યો છે તો આજે જાણીશું કે કયી રાશિને શું લાભ થઇ શકે છે
મેષ રાશિ
બુધ તમારી રાશિમાં ચોથા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહેશે. ભૌતિક સુખ પ્રાપ્ત થશે. પરિવાર સાથે સમય પસાર કરી શકશો.

વૃષભ રાશિ
બુધ તમારી રાશિમાં ત્રીજા ભાવમાં વક્રી થઈ રહ્યો છે. આ દરમિયાન તમારૂ મનોબળ વધશે. તમે તમારી વાતને સારી રીતે સમજાવી શકશો. કાર્યસ્થળ પર પણ પ્રભાવ પડશે. આ દરમિયાન તમે તમારૂ ઘર ખરીદી શકશો.

મિથુન રાશિ
બુધ તમારી રાશિના બીજા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમારા ઘરના વડિલોનું સ્વાસ્થ્ય સંભાળવુ. માતા-પિતા સાથે સમય વિતાવવો. પૈતૃક સંપત્તિમાં લાભ થશે.

કર્ક રાશિ
બુધ તમારી રાશિમાં પ્રથમ ભાવમાં લગ્નભાવમાં વક્રી થઈ રહ્યો છે. આ દરમિયાન કોઈ ઉતાવળા નિર્ણય ન લો. કેટલીક સાવચેતી રાખવી જરૂરી.

સિંહ રાશિ
બુધ તમારી રાશિમાં 12માં ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે. આ દરમિયાન પરિવાર તમારામાં જોશ ભરશે. વિદેશ જવાના યોગ પણ બનશે.

કન્યા રાશિ
બુધ તમારી રાશિમાં 11માં ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે. આ દરમિયાન સમૃદ્ધિનો વાસ થશે. જૂના દેવાની ચુકવણી કરી શકાશે. વાહન સુખ પ્રાપ્ત થશે. માંગલિક કાર્ય કરી શકશો.

તુલા રાશિ
બુધ તમારી રાશિમાં 10માં ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે. આ દરમિયાન પૈતૃક સંપત્તિવાળા વ્યક્તિને લાભ થશે. પ્રોપર્ટી તેમજ શેરબજારમાં પૈસા રોકવાથી લાભ થશે.

વૃશ્ચિક રાશિ
બુધ તમારી રાશિના નવમાં ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે. આ દરમિયાન માતા-પિતા અને પરિવાર સાથે સમય વિતાવવો એકદમ યોગ્ય રહેશે.

ધનુ રાશિ
બુધ તમારી રાશિમાં આઠમાં ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમારો ધર્મ અને આધ્યાત્મ તરફ જુકાવ રહેશે. સાથે તમને અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે છે.

મકર રાશિ
બુધ તમારી રાશિમાં સાતમાં સ્થાને વક્રી થવા જઈ રહ્યો છે. આ દરમિયાન રંગમંચ, સંગીત, સાહિત્ય અને રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. અણધારી સફળતા મળશે.

કુંભ રાશિ
બુધ તમારી રાશિમાં છઠ્ઠા ભાવમાં વક્રી થઈ રહ્યો છે. ક્રોધ અને વાણી પર સંયમ રાખો, નહીતો મોટુ નુકસાન થશે. ધર્મ-કર્મના કાર્યોમાં તમારૂ મન લાગેલું રહેશે.

મીન રાશિ
બુધ તમારી રાશિમાં પાંચમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે. આ દરમિયાન જે ઘરમાં કન્યાનો જન્મ થશે તે સૌભાગ્યવતી હશે. તમારી આવકમાં વૃદ્ધિ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *