બોલિવુડમાં કામ કરવાનું સપનુ જોનારા અચૂક વાંચી લેજો યુવકની દર્દનાક કહાની

BOLLYWOOD

બોલિવુડમાં કામ કરવાનું સપનુ જોઈ રહેલા બિહારના સીતમાઢીનો એક યુવક મુંબઈમાં છેતરાયો હતો. યુવકને ફિલ્મમાં કામ અપાવવાના નામ પર કેટલાક લોકોએ ફિલ્મમેકર બનીને તેની જમીન વેચાવડાવીને 15 લાખ રૂપિયા ઠગ્યાહતા. એટલું જ નહિ, યુવકનું કહેવું છે કે, તેની પાસેથી જબરદસ્તી ગંદી ફિલ્મમાં કામ કરાવવામાં આવ્યું અને તેની મારપીટ કરીને બંધક બનાવીને રાખવામાં આવ્યો હતો. એક મહિલા સામાજિક કાર્યકર્તાના પ્રયાસથી યુવકને મુક્ત કરાવાયો હતો.

બિહારની સીતામઢી જિલ્લાના પરથૌની તાલુકાના ભુલ્લી ગામનો નિવાસી આકાશ કુમાર ઉર્ફે સૂરજ દેશના એ યુવકમાંથી એક છે, જેને ફિલ્મ જગતને ઘેલુ લાગ્યું હતું. સૂરજ ફેસબુક દ્વારા મુંબઈના એક કથિત ફિલ્મ નિર્માતા અનીશ રાવના સંપર્કમાં આવ્યો હતો. અનીશ રાવે સૂરજને ફિલ્મમાં કામ કરવાની ઓફર આપીને રોજ 5000 રૂપિયા કમાવવાની લાલચ આપી હતી. સૂરજને પોતાનુ કરિયર બનવવામાં અને ઘરની પરિસ્થિતિ દૂર કરવા માટે આ તક સોનેરી કિરણ જેવી લાગી. તે માયા નગરી મુંબઈ પહોંચ્યો હતો, અને ત્યાં કથિત ર્માતાઓએ તેની સાથે મળીને ફિલ્મ બનવવાનું કહ્યું હતું.

તેના બાદ ફિલ્મ નિર્માતા કામ આપવાના નામ પર સૂરજ પાસેથી રૂપિયાની માંગણી કરતા રહ્યા હતા. રૂપિયાની વ્યવસ્થા કરવા તે પોતાના ગામ ગયો હતો. તેણે બધી વાત પોતાના ઘરવાળાઓને બતાવી હતી. ઘરના લોકો પણ આ મામલે સૂરજને સપોર્ટ કર્યો હતો. સૂરજના પિતાએ પોતાની જમીન વેચીને પહેલા ભાગમાં 9 લાખ અને બીજા ભાગમાં 6 લાખ રૂપિયા આપ્યા હતા.

રૂપિયા આપ્યા બાદ સૂરજને ફિલ્મમા કામ અપાવવાને બદલે માત્ર આશ્વાસન જ આપવામાં આવતું હતું. આ વચ્ચે સૂરજને એક ગંદી ફિલ્મમાં કામ કરવા માટે જબરદસ્તી મજબૂર કરાયો હતો. એટલુ જ નહિ, સૂરજે પોલીસ પાસે જવાની ધમકી આપી તો કથિત ફિલ્મ નિર્માતાઓએ સૂરજની સાથે મારપીટ કરીને તેને બંધક બનાવીને મૂક્યો હતો.

એક મહિલા સોશિયલ વર્કર રિમ્પી શ્રીવાસ્તવના પ્રયાસથી સૂરજને બંધકમાંથી મુક્ત કરાવાયો હતો. મુક્ત થયા બાદ તે બિહાર પહોંચ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આમ, સૂરજની જેમ અનેક યુવક યુવતીઓ બોલિવુડમાં આવવાના સપના જુએ છે, અને તેના ક્રેઝમાં ન કરવાનું કરી બેસે છે. જેને કારણે તેમની જિંદગી તબાહ થઈ જાય છે. સૂરજની સાથે બનેલી ઘટના પરથી સબક શીખવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *