બૉલીવુડની ફિલ્મોમાં કામ કરી ચુકેલી બે અભિનેત્રીઓ દેહવેપારના ધંધામાં ઝડપાઈ, 1 રાત્રિનો ચાર્જ સાંભળીને…

nation

માયાનગરી મુંબઈમાં અવાર નવાર અભિનેત્રીઓ અને મોડલ સેક્સ રેકેટમાં સપડાઈ હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે મુંબઈમાં આજે પોલીસે એક હોટલમાં રેડ કરીને સૌથી મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ઘટનામાં જણાવવામાં આવી રહ્યું છે કે, આ સેક્સ રેકેટમાં ફિલ્મમાં કામ કરનારી અમુક અભિનેત્રીઓ પણ સામેલ છે.

સેક્સ રેકેટ અને દેહ વેપારના ધંધામાં પોલીસે જે ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે, તેમાંથી બે મહિલાઓ મૂળ તુર્કેમિનિસ્તાનની રહેવાસી છે અને મુંબઈમાં રહીને ફિલ્મોમાં નાના-મોટા રોલ કરતી હતી. જો કે, મુંબઈ પોલીસને બાતમી મળી હતી કે, શહેરના ઈંપીરિયલ હોટલમાં સેક્સ રેકેટનો કાળો ધંધો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે, જેમાં વિદેશી છોકરીઓ પણ છે. પોલીસે જ્યારે હોટલમાં રેડ કરી તો ત્યાંથી ત્રણ યુવતીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં બે વિદેશી અને એક મુંબઈની મહિલાનો સમાવેશ થતો હતો. પોલીસે ત્રણેય મહિલાઓના 2 એજન્ટોની પણ ધરપકડ કરી છે.

બે વિદેશી મહિલાઓ ફિલ્મોમાં કામ ઉપરાંત પુણેની એક કોલેજમાંતી એમબીએનો અભ્યાસ પણ કરી રહી હતી. પોલીસે તેમની સાથે તેમના એજન્ટ જાવેદ અને નાવેદની પણ ધરપકડ કરી છે. જેઓ તેમના માટે ગ્રાહકો લાવવાનું કામ કરતા હતા. પોલીસે અટકાયત કરેલી વિદેશી મહિલાઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ ફિલ્મોમાં કામ અપાવવાની અને એક રાતના લાખો રૂપિયા કમાવવાની લાલચ આપીને તેમની સાથે દેહવેપારનો ધંધો કરાવવામાં આવતો હતો.

આ ઘટનામાં મુંબઈ પોલીસના મતે, ગ્રાહકોને ખુશ કરવાના બન્ને વિદેશી મહિલાઓને એક રાતના એક લાખ રૂપિયા સુધીનું વળતર મળતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *