બોડીગાર્ડની સાથે ભાગી દુબઈના પ્રિન્સની પત્ની, બ્રિટેનમાં ખરીદ્યું 100 કરોડનું ઘર

WORLD

દુનિયાના અમીર લોકોમાં સામેલ દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની પત્ની પ્રિન્સેસ હયા બિંત અલ હુસૈન એક બ્રિટિશ બોડીગાર્ડની સાથે ભાગી ગઈ હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે શુક્રવારે આ જાણકારી મળી છે. ડેઈલી મેઈલના એક રિપોર્ટ અનુસાર મોહમ્મદ શેખની છઠ્ઠી પત્ની રાજકુમારી હયા એક બ્રિટિશ બોડીગાર્ડની સાથે ભાગી ગઈ છે. અને લંડનમાં શાનદાર જિંદગી જીવી રહી છે.

પ્રિન્સેસ હયા બ્રિટેનમાં રાજનીતિક શરળ લેવાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત તે શેખ મોહમ્મદથી તલાક લેવાની અરજી પણ દાખલ કરવાની છે. જો કે, આ બંનેના લગ્નમાં બે દેશોના રાજનીતિક અને કૂટનીતિક સંબંધો પણ જોડાયેલાં છે. ગત અઠવાડિયે રાજકુમારી હયા 271 કરોડ રૂપિયા સાથે બે બાળકોને લઈ દુબઈથી ફરાર થઈ ગઈ હતી.

હયા જર્મની થઈને બ્રિટેન ભાગી હતી, અને ત્યાં તેણે બકિંઘમ પેલેસ ગાર્ડેન્સમાં એક ઘર ખરીદ્યું છે. આ ઘરની કિંમત 100 કરોડથી પણ વધારે જણાવવામાં આવી રહી છે. બકિંઘમ પેલેસ ગાર્ડેન્સ એક એવો વિસ્તાર છે, કે જ્યાં દુનિયાના સૌથી મોંઘા ઘરો છે.

દુબઈના પ્રિન્સે કવિતા લખી નારાજગી જતાવી

69 વર્ષીય શેખ મોહમ્મદ બિન રશિદ એક કવિ પણ છે. તેણે રાજકુમારી હયાની બેવફાઈ પર એક કવિતા લખી છે. જેમાં તેમણે અરબી ભાષામાં લખ્યું છે કે, બવે મારી જિંદગીમાં તારી કોઈ જગ્યા રહી ગઈ નથી. મને હવે કોઈ ફરક નથી પડતો, કે તું જીવતી છે કે મરી ગઈ. મોહમ્મદ શેખની સાત પત્નીઓ અને 23 બાળકો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *