BMW માંડવે લાવવા બાબતે બબાલ, કન્યાને લીધા વિના વરરાજાની વિદાય

GUJARAT

આણંદના નાપડ વાંટા ગામમાં BMW કારના કારણે લગ્નના રંગમાં ભંગ પડ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં માંડવે BMW કાર લાવવા બાબતે વર પક્ષ અને કન્યા પક્ષ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેના કારણે વરરાજાનો પિત્તો છટકતા તેમણે કન્યાને લીધા વિના જ માંડવેથી વિદાય લીધી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આણંદના નાપાડ વાંટામાં તારીખ 12 અને 13મીં મેના રોજ લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કન્યા વિદાય વખતે કન્યા પક્ષના લોકોએ વર પક્ષના લોકોને પોતાની કાર માંડવા નજીક લાવવા માટે જણાવ્યું હતું. જો કે બીસ્માર રસ્તાના કારણે વર પક્ષના લોકોએ પોતાની મોંઘીદાટ BMW કાર લગ્નના માંડવા સુધી લાવવાનો ઈનકાર કર્યો હતો

જે બાદ કન્યા પક્ષ તરફથી જાનૈયાઓને બીજી કાર લાવવાનું સૂચન પણ કરવામાં આવ્યું હતું. જો કે વરપક્ષ તરફથી કહેવામાં આવ્યું કે, બીજી કારમાં અમારો દીકરો ના બેસે. BMW સિવાયની કોઈ કારમાં મારો દીકરો બેસતો નથી. આ મામલે વર અને કન્યા પક્ષ વચ્ચે બબાલ થઈ હતી. આખરે વરપક્ષ તરફથી એવો નિર્ણય લેવામાં આવ્યો કે, હવે આ કન્યા અમારે તો જોઈએ જ નહીં.

અંતે કન્યાને લીધા વિના જ વરરાજા સહિતની જાન પરત ફરી હતી. આખરે આ સમગ્ર મામલો જય ભારતી ફાઉન્ડેશનમાં પહોંચ્યો છે. આ ઘટનાને બે દિવસ વીતવા છતાં કન્યા હજુ પણ આશા રાખીને બેઠી છે કે, તેને તેડવા માટે વર પક્ષ તરફથી કોઈનું કોઈ આવશે. હવે વરરાજા કન્યાને લેવા માટે આવે છે કેમ? તે તો આવનારો સમય જ જણાવશે.

Leave a Reply

Your email address will not be published.