સ્માર્ટફોનમાં સૌથી મોટી સમસ્યા તેની ઓછી ચાલતી બેટરી હોય છે. જોકે સ્માર્ટફોનને ચાર્જ કરવાની આપણી રીત નક્કી કરે છે કે બેટરીની લાઇફ કેટલી હશે. અંહી અમે તમને તમારી કેટલીક ભૂલો અંગે જણાવવા જઇ રહ્યા છીએ જે ખાસ કરીને લોકો કરે છે. જેનાથી બેટરીને પણ નુકસાન થાય છે.
– હંમેશા સ્માર્ટફોનને તેની સાથે આવતા ચાર્જરથી જ ચાર્જ કરો. જો તમે અન્ય ચાર્જરથી ચાર્જ કરો છો તો તેનાથી સ્માર્ટફોનની બેટરી પર ખરાબ અસર પડે છે.
– ચાર્જિંગ કરતા પહેલા તમારા ફોનનું કવર નીકાળી લો. કેટલીક વખત કવર હોવાના કારણે ચાર્જરની પિન યોગ્ય રીતે લગાવી શકાતી નથી. તે સિવાય ચાર્જિંગથી ફોન ગરમ પણ થઇ જાય છે.
– ક્યારેય પણ સ્માર્ટફોનને આખી રાત ચાર્જિંગમાં ન રાખો. ઓવર ચાર્જિંગ થવાથી બેટરીની લાઇફ ઓછી થઇ જાય છે. ફોનને હંમેશા 100% ચાર્જ કરવો યોગ્ય નથી. કોશિશ કરો કે 80-90% ચાર્જિંગ પર બંધ કરી દો.
– ફોનમાં બેટરી બચાવવા માટે ફાસ્ટ ચાર્જિંગ વાળી થર્ડ પાર્ટી એપથી દૂર રહો. આ એપ સતત બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે. જેનાથી બેટરીનો વપરાશ વધારે થાય છે.
– ફોનને ચાર્જ પર ત્યારે લગાવો જ્યારે તે ઓછામાં ઓછો 20% બેટરી બાકી હોય. બેટરી ડાઉન થયા વગર લગાવવાથી તેની પર ખરાબ અસર થઇ શકે છે. હંમેશા એવા જ પાવરબેંકનો ઉપયોગ કરો જે તમારી બેટરી માટે યોગ્ય હોય.