ભુજમાં કાકાઇ ભાઇએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, સગીરા રાત્રે શૌચક્રિયા માટે કાચા રસ્તે જતી હતી ત્યાં આરોપીએ…

GUJARAT

ભુજ તાલુકાના મોખાણા ગામે કાકાઇ ભાઇએ સગીર બહેનની એકલતાનો લાભ લઇને તેના પર દુષ્કર્મ આચરતાં ફિટકાર વરસાવવામાં આવ્યો હતો. આ મામલે પદ્ધર પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ અંગે પદ્ધર પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો પ્રમામે તા.૯-૮-૨૧નાં રોજ રાત્રે ૧૧ વાગ્યાથી લઇને ૧૧ઃ૩૦ વાગ્યાના અરસામાં સગીરા શૌચક્રિયા માટે મોખાણાથી કનૈયાબે તરફ જતા કાચા રસ્તા પર ગઇ હતી તો તેની પાછળ પાછળ તેનો કાકાઇ ભાઇ પણ ગયો હતો. જ્યાં સગીરાને છરી બતાવીને સગીરા સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. તેથી સગીરાના પિતાએ ભાઇના પુત્ર સામે ગુનો નોંધાવ્યો હતો. પદ્ધર પોલીસ આઇપીસી ૩૭૬ સહિતની વિવિધ કલમો તળે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે તપાસનીશ અધિકારી પી.એચ.લખધિરકાએ જણાવ્યું હતું કે, સગીરા રાત્રે શૌચક્રિયા કરવા માટે કાચા રસ્તે જતી હતી ત્યાં આરોપી કાકાઇ ભાઇ તેની પાછળ પાછળ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *