ભોજનનો સ્વાદ થઇ જશે બમણો, પણ કોઇપણ વસ્તુ તેલમાં ફ્રાય કરતા પહેલા ફોલો કરો આ ટિપ્સ

GUJARAT

ખાસ કરીને રસોડામાં ખાવાનું બનાવતા સમયે કેટલીક એવી ભૂલો થઇ જાય છે જેનાથી ખાવાનો સ્વાદ ખરાબ થઇ જાય છે. માઇક્રોવેવના ઉપયોગથી લઇને ફ્રાય કરવા સુધી દરેક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી હોય છે.

ફ્રાય કરવામાં થયેલી નાનકડી ભૂલ પણ ખાવાના સ્વાદને બેકાર બનાવી શકે છે. એવામાં ભોજન ખરાબ થઇ જાય છે. સાથે તમને મુશ્કેલી પણ થઇ શકે છે. જેથી આજે અમે તમારા માટે કેટલીક ખાસ ટિપ્સ લઇને આવ્યા છીએ જે જરૂરી છે.

– કોઇપણ વસ્તુ ફ્રાય કરતા પહેલા તેલને બરાબર ગરમ કરી લો.
– ફ્રાય કરતા પહેલા તે વસ્તુનો એક નાનકડો ટૂકડો તેલમાં ઉમેરીને ચેક કરી શકો છો કે તેલ ગરમ થયું કે નહીં.
– જો મસાલમાં નારિયેળનો ઉપયોગ કરવો છે તો નારિયેળને વધારે સમય સુધી ન શેકો.
– જ્યારે તેલ ગરમ થવા પર ધુમાડો નીકળે ત્યારે ગેસ ધીમો કરી શાકભાજી તેલમાં રાખી દો.
– સરસિયાના તેલની સુગંધ ઓછી કરવા માટે તેને ગરમ કરતા સમયે તેમા થોડૂંક મીઠું ઉમેરી લો.
– પૂર્ણ રીતે તેલ ગરમ થયા બાદ જ કોઇપણ વસ્તુને ફ્રાય કરો તેનાથી ખાવાનું બરાબર ફ્રાય થશે.
– તેલ કે ઘીના ગરમ થવા પર આંચ ધીમી કરી દો.
– આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ક્યારેય પણ કોઇ ભીની વસ્તુ એકદમથી ગરમ તેલમાં ન ઉમેરો.
– કોઇપણ વસ્તુ તેલમાં ફ્રાય કરતા સમયે લાંબા લાકડાના ચમચાનો ઉપયોગ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *