ભાવિકો આશ્ચર્યચકિત: સોમવારે મહાદેવના મંદિરે આવેલો સાપ શિવલિંગ ફરતે વીંટળાઈ ગયો

DHARMIK

પોરબંદરના ભાવેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે બપોરના સમયે એકાએક સાપ આવી ચડયો હતો અને શિવલિંગ ફરતે વીંટળાઈ ગયો હતો બાદમાં ત્યાં રહેલા યુવાને તેને સલામત સ્થળે મુક્ત કર્યો હતો.

પોરબંદર શહેરના ભાવેશ્વર મહાદેવના મંદિર ખાતે આજે સોમવારે બપોરના સમયે મંદિરના ગર્ભગૃહની સફઈ કરવામાં આવી રહી હતી તે સમયે ત્યાં એકાએક સાપ આવી ચડયો હતો.મંદિરના પુજારી અશ્વીનગીરી ગૌસ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સાપ આવી અને શિવલિંગ ફ્રતે વીંટળાઈ ગયો હતો.

જે દ્રશ્ય નિહાળી પ્રથમ તો પુજારી અને ઉપસ્થિત ભક્તો ડરી ગયા હતા પરંતુ ત્યાર બાદ તેને ભગવાન શિવના આશીર્વાદ તરીકે લઈ,દૂરથી જ તેની પૂજા કરી હતી અંદાજે ચારેક ફૂટ લાંબા સાપના દર્શનનો લાભ ભક્તોએ હર હર મહાદેવના નાદ સાથે લીધો હતો.નજીકમાં રહેલ યુવાને બાદમાં તેને પકડી અને સલામત સ્થળે મુક્ત કર્યો હતો .

મંદિરમાં સાપ અંગેનો વિડિઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને સોમવારે જ શિવ મંદિરમાં સાપ આવી ચડતા શિવ ભક્તોમાં પણ કુતુહુલ જોવા મળતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *