અમે હવે ગર્ભ રાખવા માંગીએ છીએ.તો શું એના પહેલા કેવા કેવા બોડીચેકઅપ કરાવવા જોઈએ ??

GUJARAT

પ્રશ્ન : મારા હમણાં જ લગ્ન થયાં છે. મને નવાઇ એ લાગી કે પત્ની સાથે પ્રથમ વખત સાથ માણતી વખતે એને કોઇ પ્રકારની તકલીફ કે દુખાવો ન થયાં. મને ખબર છે ત્યાં સુધી કોઇ પણ યુવતી પ્રથમ વાર સાથ માણે ત્યારે એને દુખાવો થાય છે અને થોડી તકલીફ પણ પડે છે. શું મારી પત્નીએ અન્ય કોઇ સાથે સંબંધ માણ્યો હશે? મને આ વાતની કઇ રીતે ખબર પડે? એક યુવક (વડોદરા)

ઉત્તર : તમે તમારી પ્રેમિકા સાથે પહેલી વાર સાથ માણ્યો અને એને કોઇ પ્રકારની તકલીફ કે દુખાવો ન થયો તો એનો અર્થ એવો નથી કે એને અન્ય કોઇ સાથે સંબંધ હોય કે એણે સાથ માણ્યો હશે. તમને જે ખબર છે એ અમુક અંશે જ સાચી છે કેમ કે હવે યુવતીઓ સ્વિમિંગ, સાઇક્લિંગથી લઇને અનેક પ્રવૃત્તિઓ કરતી હોય છે.

આથી તેમને પ્રથમ વાર સાથ માણવામાં દુખાવો થવો કે તકલીફ પડવી જેવી સમસ્યા ન થાય એવું બની શકે છે. તમે મનમાં કોઇ પ્રકારની શંકા ન લાવશો. આ સ્વાભાવિક બાબત છે. સામાન્ય રીતે પ્રથમ વખત જાતીય સંબંધ બાંધતી વખતે યોનિમાર્ગમાં રહેલો પડદો (યોનિપટલ-હાઈમેન) તૂટવાથી રક્તસ્ત્રાવ તેમજ દુખાવો થતો હોય છે.

આ એકદમ બારીક પડ છે. જે ક્યારેક પ્રથમ સમાગમ દરમિયાન તૂટે છે, પણ તે તૂટે ત્યારે રક્તસ્ત્રાવ થાય કે દુખાવો થાય કે તૂટવાનો અવાજ આવે એ જરૂરી નથી. ક્યારેક વગર સમાગમે પણ તે તૂટી જઈ શકે છે. રમતગમત, સાઈકલિંગ કે હસ્તમૈથુન વખતે પણ તે તૂટી શકે છે. વળી ઘણીવાર જન્મથી જ આ યોનિપટલ ન પણ હોઈ શકે.

તેવી સ્ત્રી અક્ષત કૌમાર્ય ધરાવતી હોય છતાં પહેલીવારના સમાગમ દરમિયાન તેને રક્તસ્ત્રાવ ન પણ થાય. કેટલાક પુરુષો આ પટલની હાજરીને કુંવારાપણાની નિશાની ગણે છે. એ અજ્ઞાનતા જ દર્શાવે છે. આ પટલનું ખંડિત હોવું કે ન હોવું જરાય મહત્ત્વનું નથી. આ વિશે ખોટા વિચાર કરવાની જરૂર નથી.

પ્રશ્ન : મારી ઉંમર 29 વર્ષ છે. અમે હવે ગર્ભ રાખવા માંગીએ છીએ. અમને હવે બાળક જોઇએ છીએ, મારે જાણવું છે કે ગર્ભ રહે તે પહેલાં કોઇ બોડી ચેકઅપ કરાવવું પડે? મેં સાંભળ્યું છે કે આજકાલ કપલ ગર્ભ રાખતાં પહેલાં બોડી ચેકઅપ કરાવતાં હોય છે. તો શું એ કરાવવું ફરજિયાત હોય છે?

જવાબ : ફરજિયાત ન કહી શકાય પણ એ આવનારા બાળક માટે સારું છે. તમારું બોડી ચેકઅપ કરવાથી તમારી અંદર કોઇ બીમારી છે કે નહીં તેનો ખ્યાલ આવે છે. જો કોઇ બીમારી હોય તો ગર્ભ રહે તે પછી શું પ્રીકોશન રાખવા અને આગળ શું કરવું તે ખબર પડે છે. ઘણી વાર એચઆઇવી જેવી મોટી બીમારીના કારણે ગર્ભ રહ્યાં પછી સમસ્યા વધી જતી હોય છે. એ જ રીતે કોરોનાના કારણે પણ આવું થઈ શકે છે. માટે ચેકઅપ કરાવી લેવાથી ફાયદો જ થશે. અલબત્ત, એચઆઇવીની સમસ્યા બધાંને ન હોય એટલે આ સર્વ માટે લાગુ નથી પડતું, પણ સેફ સાઇડનો સવાલ છે. એ સિવાય સ્ત્રીનું હિમોગ્લોબિન વગેરે પણ ચેક થઇ જાય છે, જે સ્ત્રી અને તેના ગર્ભ માટે સારું છે.

Leave a Reply

Your email address will not be published.