ભારતના પાડોશી દેશમાં ખાવા-પીવાની વસ્તુઓની સર્જાય અછત, સુપરમાર્કેટ બહાર લાગી લાંબી લાઈનો

WORLD

ભારતનો પાડોશી દેશ શ્રીંલકા હાલમાં ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. શ્રીલંકામાં ખાવા-પીવાની વસ્તુઓ ભારે અછત સર્જાય છે. લોકો સુપરમાર્કેટમાં લાંબી લાઈનો લગાવીને ઉભા છે, પરંતુ અંદર સુપરમાર્કેટના સ્ટોર ખાલી છે. દૂધ પાવડર, અનાજ, ચોખા જેવી આયાત કરીને વેચાતી વસ્તુઓની બારે અછત સર્જાય છે. નોંધનિય છે કે થોડા દિવસ પહેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ફૂડ સપ્લાયને લઈને ઈમરજન્સીની જાહેરાત કરી હતી. ઘણા મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ઈમરજન્સી અને વિદેશી મુદ્રા સંકટના કારણે શ્રીલંકાની આવી હાલત થઈ છે.

એક રિપોર્ટ અનુસાર 30 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિએ જરૂરી સામાનની સપ્લાય પર કડક નિયંત્રણો લગાવવા માટેની જાહેરાત કરી હતી. તેની પાછળનો હેતુ વેપારી દ્વારા થતી ખાવાની વસ્તુઓની જમાખોરી રોકવાનો અને મોંઘવારીને કંટ્રોલ કરવાનો હતો. સંગ્રહખોરીની તપાસ માટે સેનાને પણ મેદાનમાં ઉતારવામાં આવી છે.

જેને લઈને બે સપ્તાહમાં જ શ્રીલંકાની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. સ્થાનિય મીડિયા પ્રમાણે, ચોખા,દૂધ પાવડર,દાળ અને અનાજ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત સર્જાવા લાગી છે. સૌથી વધારે અસર સિનિયર સિટિજન અને પરિવારને થઈ છે જેમને ત્યાં નાના નાના બાળકો છે. કેટલીક દૂકાનોમાં ખાંડ અને દાળમાં ભાવમાં ત્રણ ત્રણ ઘણા વસુલવામાં આવી રહ્યા છે.

જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત સર્જાવા પાછળ ઘણા કારણો છે. કેટલીક વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મુકવો, સંગ્રહખોરી, કોરોનાને કારણે ટૂરિઝમ પ્રભાવિત થવું, વિદેશી મુદ્રા ભંડારમાં ભારે ખોટ અને વિદેશી દેવા જેવા કારણે સામે આવ્યા છે. આ મહિનાથી શ્રીલંકાના સેંટ્રલ બેંકના મોનિટરી બોર્ડેએ 600થી વધુ ગ્રાહકોના સામાન પર આયાત પ્રતિબંધ લગાવી દીધો હતો. તેના અનાજ, સ્ટાર્ચ, પનીર, માખણ,ચોકલેટ,મોબાઈલ ફોન, પંખા,ટીવી, સફરજન, સંતરા,દ્રાક્ષ,બીયર અને વાઈન સામેલ છે.

આ બધા ઉપાયો દેશના ખર્ચને ઓછો કરવા માટે કરવામાં આવ્યા હતા પરંતુ તેમ થયું નહીં. તો બીજી તરફ કોરોના સંક્રમણની નવી લહેરના કારણે ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. એક રિપોર્ટ પ્રમાણે શ્રીલંકાને આ સમયે બટાકા,ડૂંગળી, મસલાથી લઈને કૂકિંગ ઓયલ સુધી આયાત કરવા માટે 100 મિલિયન ડોલરની જરૂર છે.

હાલમાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં કિરાણા સ્ટોરની બહાર લાઈનો લગાવીને સામાન ખરીદવા માટે ભેગા થઈ રહ્યા છે, પરંતુ તેમને પૂરતા પ્રમાણમાં સામાન મળી રહ્યો નથી. તો બીજી તરફ કિંમતોમાં પણ ભારે વધારો થયો છે. ખાંડનો ભાવ 120થી 190 અને 230 રૂપિયા સુધી પહોંચી ગયો છે. શ્રીલંકામાં આર્થિક મંદી ચિંતાનો વિષય છે. કેમ કે દક્ષિણ એશિયાની સૌથી વધુ મજબૂત ઈકોનોમી માનવામાં આવે છે. 2019માં વર્લ્ડ બેંકે શ્રીલંકાના દુનિયાના ઉચ્ચ મધ્યમ આવકવાળા દેશોની કેટેગરીમાં અપગ્રેડ પણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.