ભારતના મધ્યપ્રાંતનો ઇતિહાસ જાણવો હોય તો પહોંચી જાઓ માંડવગઢ હાથી મહેલ

nation

હિન્દુસ્તાનનું દિલ તરીકે જાણીતું રાજ્ય મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલા માંડુ શહેરને રૉક સીટી તરીકે ઓળખવામાં આવે છે, એનું કારણ મુખ્યત્વે અહીં આવેલો હાથી મહેલ અને તેની આસપાસ 100 કિમી દૂર સુધી આવેલી પ્રાચીન ઇમારતો છે. માલવાથી સંબંધિત હાથી મહેલ તેની શાનદાર ઇમારત અને મહેલની વિશેષ રચના માટે ખૂબ જ પ્રસિદ્ધ છે.

હાથી મહેલમાં ઘણા વિશાલ સ્તંભો છે, જેને કારણે આ મહેલનું નામ હાથી મહેલ રાખવામાં આવ્યું છે. આ સ્તંભોને કારણે જ મહેલની વચ્ચે આવેલો વિશાળ ભવ્ય ગુંબજ સંતુલિત રીતે ઉભો છે. ઈન્ડો-ઇસ્લામિક સ્થાપત્ય શૈલીમાં બનેલો આ મહેલ દરિયાની સપાટીથી 600 મીટર ઊંચાઈ પર આવેલો છે. ભવ્ય પથ્થરોથી આ મહેલની સંરચના કરી છે.

શાહી આવાસ માટે બનાવવામાં આવેલા આ મહેલને પછીથી એક સુંદર મકબરામાં ફેરવી નંખાયો હતો. આ મંદિરના અંદર અને બહારના ભાગોમાં કેટલીક કબરો જોવા મળે છે. ઇસ્લામી શૈલીમાં બનેલી સુંદર મસ્જિદ પણ અહીં તમને જોવા મળશે. વાસ્તુની દ્રષ્ટિએ પણ આનું ખૂબ જ મહત્વ છે.

હાથી મહેલને માંડવગઢ તરીકે પણ ઓળખાય છે. તારંગ સામ્રાજ્યએ ઐતિહાસિક અને સંસ્કૃતિથી સમૃદ્ધ આ સ્થળ બનાવડાવ્યું હતું. જોકે તારંગ સામ્રાજ્યની આના પર શાસન વધુ સમય સુધી રહ્યું ન હતું. અત્યારે આ મહેલ દરિયા ખાનના મકબરા તરીકે સ્થાપિત છે. મહેલમાં આવેલા મકબરાનો લાલ રંગ લોકોને દૂરથી જ આકર્ષિત કરે છે.

આજે હાથી મહેલને હેરિટેજ પ્લેસ કહેવામાં આવે છે અને પ્રવાસીઓને આ જગ્યા ખૂબ જ પસંદ આવે છે. આ ઇમારત ઇતિહાસના પાનામાં કાયમ છે. જો તમે મધ્યપ્રદેશ જાઓ તો આ જગ્યાની મુલાકાત અચૂક લેશો. કોઈ પણ સમય આ મહેલની મુલાકાત લેવા માટે યોગ્ય છે. આ મહેલને આખો જોવા માટે લગભગ દોઢ કલાક લાગે છે.

માંડુ પહોંચવા માટે અહીંથી સૌથી નજીકનું એરપોર્ટ ઈંદૌરમાં 99 કિમી દૂર છે. અહીંથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન રતલામ છે. અહીં સુધી પહોંચવા માટે બસો પણ મળી જાય છે.

Leave a Reply

Your email address will not be published.