ભાભી સાથે મજાક કરતી વખતે..દેવરજી ક્યારેય કોઈનું પાણી કાઢ્યું છે..મારુ આજે પાણી નીકળીને બતાવો

GUJARAT

ગુસ્સામાં અર્ચનાએ મોટા અવાજે કહ્યું, ”કહેવા માટે જ ફોન કર્યો હતો, પણ તને મારી વાત સાંભળવાની નવરાશ જ ક્યાં હોય છે.. મારાથી વધારે તો તને તારી ટેનિસ મેચની પડી હોય છે.”

”અરે યાર, એવું નથી. તું શા માટે વાતનું વતેસર કરે છે ?” કહેતા અનિમેશે દરવાજો ખોલ્યો.

અર્ચનાએ કહ્યું, ”સાંજની તારા માટે બિરયાની બનાવવામાં લાગી છું, પણ તારે શું ? મને અહીં ચિંતા થઈ રહી હતી અને તું ત્યાં ટેનિસ રમતો હતો.”

અનિમેશે વાત સંભાળવાનો પ્રયાસ કરતા કહ્યું, ”અરે, તો તારે આટલી તકલીફ લેવાની શું જરૂર હતી? હોટલમાંથી જ મંગાવી લેત.”

”અને રોજ તારી મમ્મી મને ફોન કરીને પૂછે છે કે વહુ આજે શું જમવાનું બનાવ્યું ત્યારે મારે તેમને શું જવાબ આપવાનો?”

”અરે યાર, હવે મમ્મી ક્યાંથી વચમાં આવી ગઈ?”

”ઠીક છે, નથી લાવતી વચમાં. તું સમજીશ પણ નહીં. તમારા છોકરાઓ પર તો લગ્ન બાદ કોઈ જ પ્રેશર નથી હોતું. બધી જ અપેક્ષાઓ તો અમારી છોકરીઓ પાસે જ રાખવામાં આવે છે.”

”મેં તને કહ્યું હતું આટલી મહેનત કરવાનું ?”

”ઠીક છે, તેં નહોતું કહ્યું. હું જ પાગલ છું કે તારા માટે કંઈક કરવા ઇચ્છ્યું. તેના વખાણ કરવા તો દૂરની વાત.. કંઈ નહીં તું જમી લે મને ભૂખ નથી.” કહી અર્ચના પડખું ફેરવી ઊંઘી ગઈ.

અનિમેશને સમજમાં નહોતું આવતું કે તે શું કરે? બિરયાની ટેસ્ટી લાગી રહી હતી, ભૂખ પણ લાગી હતી. વિચાર્યું જો ખાઈ લઈશ તો કાલે અર્ચનાના મહેણાં સાંભળવા પડશે કે હું તો ભૂખી ઊંઘી ગઈ, પણ તું તો મજાથી બિરયાની ખાઈ રહ્યો હતો અને જો ના ખાઉં તો કાલે સવારે સાંભળવું પડશે કે આટલી મહેનત કરી અને તેં ચાખ્યું પણ નહીં.

થોડીવાર મૂંઝવણમાં મુકાયા પછી તે ધીમેથી ઊભો થયો અને બહાર જઈને બિરયાની ખાઈ લીધી, ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી. અનિમેશને ભાન થયું કે અર્ચનાએ ખરેખર ખૂબ મહેનત કરી હતી. તેણે નક્કી કર્યું કે તે આવતીકાલથી રોજ સાંજે વહેલો જ આવી જશે.

બીજી સવારે તેણે અર્ચનાની બિરયાનીના વખાણ કર્યા અને હવેથી રોજ ઘરે વહેલા આવી જવાના પોતાના નિર્ણય વિશે જણાવ્યું ત્યારે અર્ચનાનો ગુસ્સો કંઈક ઓછો થયો.

હવે અનિમેશ સાંજે ઓફિસથી સીધો જ ઘરે આવી જતો. અર્ચના કિચનમાં કંઈ ને કંઈ નવું ટ્રાઈ કરતી અને અનિમેશ વીડિયો ગેમ રમતો, પણ હજી એક અઠવાડિયું જ થયું હતું કે બંનેમાં ફરી ઝઘડો થઈ ગયો. અનિમેશને વીડિયો ગેમમાં વ્યસ્ત જોઈને અર્ચનાએ તેને કહ્યું, ”જો તારે ઘરે વહેલા આવીને વીડિયો ગેમ જ રમવી હોય તો ઘરે વહેલો કેમ આવે છે?”

અનિમેશે કહ્યું, ”એક તો તારા માટે મારી ફેવરિટ ગેમ છોડી દીધી, છતાં તું નારાજ છે. તમને મહિલાને સમજવી ખરેખર અઘરી છે. હવે તું જ જણાવ કે હું શું કરું? હું તું કહે તેમ જ ચાલુ છું તો પછી તું ખુશ કેમ નથી. જમવાનું ના બનાવવું હોય તો ના બનાવ પણ ચિડાઈશ નહીં.”

અર્ચનાને હવે ભાન થયું કે જે કકળાટથી તેને ચીડ હતી તે જ હવે તેના જીવનનો ભાગ બની ગયો હતો. તેને કકળાટ કરવા અને એકબીજાની ખોટ ગણતું જીવન નહોતું જોઈતું, એ વિચારીને જ તેણે કોઈ વાદવિવાદ નહોતો કર્યો. તેને તો માત્ર અનિમેશ સાથે થોડો સમય જોઈતો હતો, પણ આ રીતે ઝઘડીને નહીં. તે આખી રાત વિચારતી રહી કે તે ક્યાં ખોટી હતી? બધું પાછું સ્મૂધ તો કરવું જ પડશે.

બીજી સાંજે જાણીજોઈને તે અનિમેશના ઘરે આવ્યા બાદ જ આવી. અનિમેશ રોજની જેમ વીડિયો ગેમ રમી રહ્યો હતો. તેણે ગેમ પરથી નજર હટાવ્યા વગર પૂછ્યું, ”કેવો રહ્યો આજનો દિવસ?”

અર્ચનાને તેનું નજર ઉઠાવીને નહીં જોવાનું તો ખરાબ લાગ્યું, પણ છતાં તેણે પોતાનો અવાજ નોર્મલ રાખી જવાબ આપ્યો, ”ખૂબ થાકી ગઈ છું, ૧ કપ ચા મળશે?”

અનિમેશને થોડો ખચકાટ થયો. અર્ચનાએ ક્યારેય તેની પાસે પાણી પણ નહોતું માગ્યું. છતાં પણ ”હા, હા, કેમ નહીં.” કહેતાં તે તરત જ ઊભો થઈ ગયો અને કિચન તરફ ગયો. પછી થોડો સંકોચાતો બોલ્યો, ”પણ મને તો ચા બનાવતા નથી આવડતી.”

અર્ચનાથી હસ્યા વગર ના રહી શકાયું, ”કંઈ વાંધો નહીં, હું કહું તેમ તું બનાવ.” તે બોલી.

અનિમેશ તે સ્મિત માટે કંઈ પણ કરે તેમ હતો. ચા ફીકી હતી, પણ જેટલા પ્રેમથી તેને બનાવવામાં આવી હતી તેનાથી અર્ચનાનો બધો જ થાક દૂર થઈ ગયો. પછી અનિમેશે જેવું ગેમનું રિમોટ હાથમાં લીધું, તેણે જોયું કે અર્ચનાએ ગેમને ૨ પ્લેયર મોડમાં કરી દીધી હતી.

અનિમેશે ચિડાઈને કહ્યું, ”તું હારી જઈશ. હું એક્સપર્ટ છું આ ગેમમાં.”

શરૂઆતની ૨ ગેમ અર્ચના હારી. ત્રીજામાં અનિમેશને તેણે સારી ટક્કર આપી. પછી તો એક પછી એક ગેમ ચાલતી જ રહી. નવ વાગી ગયા ત્યારે જમવાની ચિંતા થવા લાગી. અર્ચનાએ કુકરમાં ચોખા ને દાળ મૂક્યા, તો અનિમેશ પણ પાછળ પાછળ આવ્યો. ”કંઈ મદદ કરું?” તે બોલ્યો, તો અર્ચનાએ કાપવા માટે શાકભાજી તેની સામે એવી રીતે ધર્યા જાણે તેને ચેલેન્જ આપી રહી હોય.

અર્ચનાની સ્પીડ સારી હતી. અનિમેશ શિખાઉ હતો, પણ રમતાંરમતાં જમવાનું ક્યારે બની ગયું ખબર જ ના પડી.

”આજે ઘણા દિવસ બાદ એક આનંદી સાંજ પસાર કરી.” કહેતાં અનિમેશે અર્ચનાને પોતાની તરફ ખેંચી લીધી. અર્ચના સ્મિત કરતા બોલી, ”કાલે તારા જુનિયર અને તેની વાઇફને મિકસ્ડ ડબલ્સ માટે બોલાવ.”

”પણ તેની વાઇફ તો સ્ટેટ લેવલ પ્લેયર છે. મારા જુનિયરને તેણે જ શીખવ્યું છે.”

”તું બોલાવ તો ખરી તે સ્ટેટ લેવલે રમી છે તો હું નેશનલ લેવલે.”

અનિમેશે ચોંકી જતા પૂછ્યું, ”તેં પહેલાં કેમ ના કહ્યું ?”

અર્ચનાએ તેને છેડતા કહ્યું, ”બીક હતી કે ક્યાંક તારો મેલ ઇગો હર્ટ ન થાય.” ”અરે, નાઉ વી આર અ ટીમ.. ઇગો માટે વચ્ચે જગ્યા ક્યાં છે ?” કહેતા અનિમેશે અર્ચનાને પોતાની બાહુપાશમાં જકડી લીધી.

Leave a Reply

Your email address will not be published.