ભાભી મને મારી GF જોડે રોમાંસ કરતા જોઈ ગયા, હવે કહેવા લાગ્યા કે મારા જોડ પણ બધું કર બાકી….

GUJARAT

હું ૨૨ વરસની છું. મારે હજી આગળ ભણવંુ છે. પરંતુ મારા મમ્મી-પપ્પા મારા લગ્ન કરવવા ઉતાવળા બન્યા છે. મારે લગ્નના બંધનમાં જકડાઈ શિક્ષણથી વંચિત રહેવું નથી. ભણી-ગણીને મારે મારા પગ પર ઊભા રહેવું છે. મારા મમ્મી-પપ્પાને કેવી રીતે સમજાવું એ ખબર પડતી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (વલસાડ)

ભણી-ગણીને પગ પર ઊભા રહેવાની તમારી ઇચ્છાની હું કદર કરું છું. અને આજના જમાનામાં આ જરૂરી છે. અને આ માટે શિક્ષણ જરૂરી છે. આજે શિક્ષણ પ્રાથમિકતા બની ગયું છે. સાથે સાથે લગ્ન અને ગૃહસ્થી જીવનનું પણ મહત્ત્વ છે. તમે કારકિર્દીને કેટલું મહત્ત્વ આપો છે એ તમારા મમ્મી-પપ્પાને સમજાવો. આમ છતાં પણ તેઓ માને નહીં તો તેમની સમક્ષ એક શરત મૂકો કે લગ્ન પછી તમને આગળ ભણવાની મંજૂરી આપે એવા પરિવારમાં તમારા લગ્ન કરે. તમે શિક્ષણ પૂરું કર્યાં પછી નોકરી કરશો તો તમારા પતિને આર્થિક ટેકો પૂરો પાડી તમારા બન્નેના સપના સિધ્ધ કરવામાં પણ સહાય કરી શકશો.

હું ૧૭ વરસની છું. મને ૨૦ વરસના એક છોકરા સાથે પ્રેમ છે. અમારી જ્ઞાાતિ અલગ હોવાથી બન્નેના ઘરમાંથી લગ્ન માટે મંજૂરી મળે તેમ નથી અને ભાગીને લગ્ન કરવાની અમારી ઇચ્છા નથી. તો અમારે શું કરવું?
એક યુવતી (અમદાવાદ)

ભાગીને લગ્ન કરવાની કોઈ જરૂર નથી. હજુ લગ્ન માટે તમારી ઉંમર ઘણી નાની છે. આથી યોગ્ય સમયની રાહ જુઓ. સમય આવતા જ શાંતિથી તમારા મમ્મી-પપ્પા સાથે વાત કરો. આજે નાત-જાતના બંધન રહ્યા નથી. આથી તમારા બન્નેના મમ્મી-પપ્પા તમારી વાત સાથે સંમત થાય એવી શક્યતા છે. આ ઉંમર હજુ નાદાન છે. તમારી પાસે સમય છે. પરિવારમાં લગ્નની વાત શરૂ થાય ત્યારે તમારો ઇરાદો મક્કમ હોય તો વાત આગળ વધારો. મોટે ભાગે આ ઉંમરનો પ્રેમ બાલિશ હોય છે અને આ ઉંમરે વિજાતિય આકર્ષણને પ્રેમ માનવાની ભૂલ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published.