ભાભી મને મારી ગર્લફ્રેન્ડ સાથે આનંદ માણતા જોઈ ગયા, હવે કહેવા લાગ્યા કે મને પણ આનંદ આપ નહીં તો….

GUJARAT

ગઈકાલે વરસાદનું એક ઝાપટું આવી ગયા પછી, આજે સવારથી સખત બફારો હતો. મૈત્રી વારેવારે ઘડિયાળ સામે જોઈને ફટાફટ હાથ ચલાવતી હતી. પતિ, દીકરા, સાસુ-સસરા અને દિયર માટે બપોરનું જમવાનું બનાવીને હજી એણે તૈયાર પણ થવાનું હતું. ઘરનાં બીજા કામો કરતી મીના હજી સુધી આવી નહોતી એટલ ે એની ય અકળામણ હતી. જ લદી જલદી રસોઈ બનાવીને રસોડું સાફ કરતા કરતા તો એ પરસેવે રેબઝેબ થઈ ગઈ. મન તો થયું કે ઠંડા પાણીથી ફરી નાહી લે, પણ એટલો સમય નહોતો. ડ્રોઈંગરૂમમાં ઘરનાં બીજા સભ્યો ટીવી જોતા જોતા ગરમાગરમ પૌંવા અને ચાની મજા માણી રહ્યા હતા.

એ ઉતાવળે ડ્રેસ બદલી, હળવો મેકઅપ કરીને પોતાના રૂમની બહાર આવી. સાસુમાને ઉદ્દેશીને કહ્યું ”મમ્મી, હું એક અગત્યની મિટિંગ પતાવીને સાંજ સુધીમાં પાછી આવી જઈશધ સાસુએ મોઢું બગાડીને કહ્યું, ધઆવી કેવી ઓફિસ છે તારી, જે રવિવારે ય જંપવા નથી દેતી, આખું અઠવાડિયું તો અમે ઘર સંભાળીએ છીએ, એક રજાના દિવસે ય અમારે વૈતરા કરવાના! મૈત્રીએ ઢીલા મોઢે પતિ શરદ સામે જોયું, પણ એ મોઢું ફેરવીને ટીવી જોવા લાગી ગયો. એની આંખમાં આંસુ આવી ગયાં. સાસુને બબડતા મૂકીને એ ઘરની બહાર નીકળી ગઈ. બફારાને કારણે એનો આખો ચહેરો ફરી પરસેવા વાળો થઈ ગયો, દુપટ્ટાથી આંસુ અને મોઢું લૂછી સ્કૂટર ચાલુ કર્યું.

આજે ઓફિસમાં એવોર્ડ વિતરણ સાથે લંચ પાર્ટીનું આયોજન હતું. એને ‘મોસ્ટ ડેડિકેટેડ’ કર્મચારીનું સન્માન મળ્યું. વાસ્તવિકતા ભૂલીને ક્ષણિક ખુશીમાં એ ઓતપ્રોત થઈ ગઈ. શરદને પોતાનો ટ્રોફી સ્વીકારતો ફોટો મોકલ્યો, પણ એણે જોયા પછી પણ કોઈ રિપ્લાય આપ્યો નહીં, ઉપરથી એવું કહ્યું,’જલ્દી ઘેર આવ.’ મૈત્રીની ક્ષણિક ખુશી થોડી ક્ષણો માટે જ ટકી. એના સહકર્મચારીઓએ એવોર્ડ જીતવા બદલ એને ઘણી શુભેચ્છાઓ આપી પણ શરદના મેસેજથી એનું મગજ ડિસ્ટર્બ થઈ ગયું હતું. ઘરે પહોંચ્યા પછી શું થશે એનો અંદાજો એને આવી ગયો.

ઘેર પહોંચતા પાંચ વાગી ગયા. વાદળો ગોરંભાયા હતા, પણ બફારો હજી એટલો જ હતો. ઘરમાં પગ મૂકતાં જ એના સાસુએ ગુસ્સામાં બોલવાનું ચાલુ કરી દીધું, ”બસ નોકરીને જ મહત્વ આપ્યા કરો, ઘરનું જે થવું એ થાય. મેં તો પહેલા ય મજૂરી કરી અને હવે વહુ આવ્યા પછી પણ મજૂરી કરવાની. મારી જવાબદારીઓ તો ઓછી ના થઈ ક્યારેય” મૈત્રીને જવાબ આપવાની ઈચ્છા થઈ આવી કે ”ઘરની આથક પરિસ્થિતિને પહોંચી વળવા નોકરી કરું છું, ખાલી ફરવા થોડી ઘર મૂકીને જાઉં છું! ઘરની, બહારની જવાબદારીઓ હું જ તો નિભાવું છું નહીતો ઘરમાં બેસીને કેવી રીતે બીજાના માત્ર વાંક ગણાવાય છે એ ખબર પડતી પણ એ કશું બોલ્યા વિના ચૂપચાપ ચા બનાવવા લાગી.

બહારનો અને અંદરનો બફારો એને અકળાવતો હતો. એનું મગજ ધૂંધવાયેલું હતું. પરીવારની ખુશીઓ અને સવલતો માટે ઘસાઈ રહેલી જિંદગીમાં પોતાની થોડી ખુશી પણ એને પ્રાપ્ય નહોતી? એના દુ:ખ કે પરેશાનીથી બીજા લોકોને કોઈ મતલબ જ નથી? પોતાના પતિને પણ નહીં? એ વધુ કમાઈને ઘરના તંત્રને જાળવી રાખતી હતી એ કદાચ પતિના અહમને ઠેસ પહોંચાડતું હતું, એટલે જ બધી સચ્ચાઈથી વાકેફ હોવા છતાં મૈત્રીને કોઈ મદદ કે સાથ નહોતો આપતો. આ ઘર અને પરિવાર માટે એણે પોતાના કેટલા સપનાઓને દફનાવી દીધા હતા! ચા ઉકળતી હતી એની સાથે એનું મન પણ ઉકળી રહ્યું હતું. પણ દર વખતની જેમ આ વખતે પણ કડવો ઘૂંટ ઠંડા પાણી સાથે પી જઈને એ કામમાં પરોવાઈ. દિયર અને દીકરાની ફરમાઈશ પર છોલે પૂરી બનાવવાની તૈયારીઓમાં લાગી ગઈ.

રાત્રે બેડરૂમમાં શરદને ઉત્સાહથી ટ્રોફી અને પ્રમાણપત્ર બતાવવા લાગી. શરદે ઉપરછલ્લી નજર નાખીને કહ્યું, ”મૈત્રી ખબર છે તને, અમારી ઓફિસમાં બધા એવી વાતો કરતા હોય છે કે જે સ્ત્રીઓને ટૂંક સમયમાં પ્રમોશન મળી જાય, એવોર્ડ મળી જાય એ એની સાચી મહેનતના લીધે નહિ પણ એણે ક્યાંક કોઈ સોદો કર્યો હોય એના બદલામાં મળે છે.” મૈત્રી આઘાતાશ્ચર્યથી પતિની સામે જોઈ રહી, એ સમજી જ ના શકી કે એનો પતિ શું બોલી ગયો! સામે કોઈ જવાબ આપ્યા વિના એ પડખું ફેરવીને સૂઈ ગઈ.

મનનો ઉચાટ આજે શમવાનો નહોતો, પરિવાર અને ખાસ કરીને પતિ દ્વારા થતી અવગણના અને અપમાન હવે ચરમ સીમાએ પહોંચ્યા હતાં. આ પરિસ્થિતિ માટે થોડો વાંક એનો પોતાનો ય હતો, એણે ક્યારેય પોતાના સ્વમાન માટે અવાજ ઉઠાવ્યો જ નહોતો. નહીતો આ ઘરની દરેક વ્યક્તિ જાણતી જ હતી કે ઘરની સુખ સગવડો મૈત્રીના લીધે જ સચવાતી હતી, પણ ખુલીને એ સચ્ચાઈને કોઈ સ્વીકારતું નહોતું. મૈત્રી અને શરદ લગ્ન પહેલા એક જ ઓફિસમાં કામ કરતાં હતાં, ત્યારે શરદના નવા જમાનાના ક્રાંતિકારી વિચારોથી જ મૈત્રી એના તરફ આકર્ષાઈ હતી. લગ્ન પહેલા બંનેએ એકબીજાને સમજવામાં ત્રણ વર્ષ નીકાળ્યાં હતા.

શરદની આથક પરિસ્થિતિ નબળી હતી, પણ મૈત્રીની મદદના લીધે શરદનો ભાર ખાસ્સો હળવો થઈ જતો. એ શરદના ઘેર પણ ક્યારેક જતી, સારું કમાતી, મૃદુભાષી અને વ્યવહારુ છોકરી પોતાના ઘરમાં વહુ બનીને આવશે એ વાતથી શરદનો પરિવાર પણ બહુ ખુશ હતો. બન્ને સાથે મળીને એમના ઉજ્જવળ ભવિષ્યના સપના જોતા. પરંતુ, લગ્ન પછી થોડા સમયમા ં બધું બદલાઈ ગયું. હવે એ સપનાઓનું કોઈ અસ્તિત્વ નહોતું. શરદ અને એના પરિવારનો વરવો ચહેરો મૈત્રીની સામે આવી રહ્યો હતો, જ્યાં બીજી વ્યક્તિની લાગણીઓ અને સમર્પણની કોઈ કદર નહોતી. લગ્નનાં આઠ વર્ષ પછી બધા સમીકરણો બદલાઈ ચૂક્યા હતા.

Leave a Reply

Your email address will not be published.