ભાભીએ મને કહ્યું આજે આખો અંદર નાખજે…તો જ પાણી નીકળશે.. ત્યારે આવું કંઈક થયું જોઈને તમે પણ ચોંકી જશો.

GUJARAT

મુગ્ધા સાથે મારી પ્રથમ મુલાકાત મારી બહેન લજ્જાના લગ્ન પ્રસંગે થઇ હતી. મુગ્ધા મારી બહેનની પિત્રાઇ નણંદ હતી. પ્રથમ નજરે જ મને મુગ્ધા સાથે પ્રેમ થઇ ગયો. તેનું ઝગારા મારતું સૌંદર્ય મારી આંખમાં વસી ગયું. તેની નાજુક, કમનીય કાયા અને ગોરી ત્વચા તેમજ રેશમ જેવા સુંવાળા કેશ બોલીવુડની અભિનેત્રીઓને પણ શરમાવે તેવા હતા.

લજ્જાના લગ્ન પછી બીજે દિવસે પ્રથા મુજબ હું તેેને લેવા તેેને સાસરે ગયો ત્યાંરે ત્યાં મુગ્ધા પણ હાજર હતી. આસમાની રંગનો પંજાબી તેની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાડતો હતો. અને તેના ખુલ્લા રેશમી વાળના જાદુમાં હું ખોવાઇ ગયો. આજસુધી મને કોઇ પણ યુવતીમાં આકર્ષણ થયું નહોતું. પરંતુ આજે મુગ્ધાએ મારા દિલ અને દિમાગનો કબજો લઇ લીધો હતો. તેને મારા દિલની વાત જણાવવા હું અધીરો બની ગયો.

”હું તમને પ્રેમ કરું છું. અને તમારી સાથે લગ્ન કરવા માગું છું. હું તમને પસંદ છું કે નહીં એ તમે મને કહી દો એટલે મારા દિલને શાંતિ થાય” હિંમત એકઠી કરી એકીશ્વાસે મેં મુગ્ધા સમક્ષ મારા પ્રેમનો એકરાર કરી લીધો.

”ધૈર્ય, તમે પણ મને ગમો છો. પરંતુ હું તમને પ્રેમ કરું છું કે નહીંએ હું જાણતી નથી. પરંતુ પ્રેમ કરતા પણ દુનિયામાં બીજી ઘણી વાત મહત્વની છે. ભાભી પાસેથી મને જાણવા મળ્યું કે તમને હાલ જ નોકરી લાગી છે અને તમારો પગાર પણ ઓછો છે. માત્ર પ્રેમથી પેટ ભરાતું નથી. એ તો તમે જાણો જ છો. આથી તમને સારી નોકરી અને પગાર મળે પછી તમે લગ્નની વાત કરજો”

”તારી વાત પણ સાચી છે. તને હું ગમું છું એ વાત જ મારે માટે પૂરતી છે. પરંતુ તું મને એ કહે કે મને સારી નોકરી ન મળે ત્યાં સુધી તું મારી રાહ જોવા તૈયાર છે ખરી?”

”આ બાબતે હું તમને કોઇ પણ પ્રકારનું વચન આપી શકતી નથી. કારણ કે, હું મારા મમ્મી-પપ્પાની મરજી વિરુધ્ધ જવા માગતી નથી. તેમનો ફેંસલો હું શિરોમાન્ય કરીશ. આથી તમારે આ બાબતે મારા પપ્પાને જ મળવું પડશે” એમ કહી મુગ્ધા ત્યાંથી જતી રહી.

લજ્જા દીદી બીજે દિવસે સાસરે જતી રહી. હું ઉદાસ રહેવા લાગ્યો. મારી પાડોશમાં રહેતી બાળસખી ઝંખનાથી મારી આ હાલત છૂપી રહી નહીં. મારી ઉદાસી પાછળ લજ્જા દીદી નહીં પણ કોઇ બીજું જ કારણ જવાબદાર છે. એ વાત તે સમજી ગઇ. જો કે મારે પણ કોઇ સમક્ષ મારા હૈયાનો ભાર હળવો કરવો જ હતો. અને આજસુધી ઝંખનાથી મેં કોઇ વાત છૂપાવી નહોતી આથી મેં તેની સમક્ષ મારા દિલની વાત જણાવી આ સાંભળી ઝંખનાનો ચહેરો પડી ગયો હતો. એ વાત હું તે સમયે જાણી શક્યો નહોતો.

”ધૈર્ય તું ચિંતા કર નહીં. તારો પ્રેમ સાચો હશે તો તે તને જરૂર મળશે. હું તને બનતી મદદ કરીશ, હું તારી પડખે છું. તારી ખુશી માટે હું બધું જ કરી છૂટીશ. તને જરૂર સારી નોકરી મળી જશે. તું ચિંતા કરતો નહીં.” આમ કહી ઝંખના તેને ઘરે જતી રહી. તે દિવસ પછી મેં સારી નોકરી મેળવવા તનજોડ પ્રયાસ કરવા માંડયા. નોકરી માટેની જાહેરખબર વાંચતા જ હું અરજી કરી લેતો પણ મને સફળતા મળી નહીં. એકાદ બે મહિના પછી મને એક સારી નોકરી મળી ગઇ. પગાર પણ સારો હતો. આ આનંદના સમાચાર મુગ્ધાને જણાવવા હું આતુર હતો.

ઘરે આવ્યો ત્યાંરે મમ્મી-પપ્પાને વાત કરતા સાંભળ્યા…..

”સાંભળો છો, આપણી લજ્જાની પિત્રાઇ નણંદ મુગ્ધાના વિવાહ નક્કી થયા છે. સવારે લજ્જાના કાકા સસરાનો ફોન આવ્યો હતો. આ રવિવારે ગોળ-ધાણા ખાવાના છે. અને આપણને આમંત્રણ આપ્યું છે” આ સાંભળીને જ મને મારા પગ હેઠળથી જમીન સરકી ગઇ હોવાનો અનુભવ થયો. હું રડી પડયો. મારા દિલનો ભાર હળવો કરવા હું ઝંખના પાસે ગયો. મારી આંખમાં આંસુ જોતા ઝંખનાની આંખમાં ઝળઝળિયા આવી ગયા. એણે મને બાથમાં લઇ આશ્વાસન આપ્યું. તે સમયે પણ હું તેના મનની વાત સમજી શક્યો નહીં. મારી બાળસખી ઝંખના મારા ુપ્રેમમાં છે એ હું જાણી શક્યો નહીં.

આ ઘટનાના લગભગ એકાદ મહિના પછી ઝંખના મારે ઘરે આવી.

”ધૈર્ય આવતી કાલે રાત્રે હું આગળ અભ્યાસ કરવા લંડન જાઉ છું. હવે આવતે વર્ષ પાછી આવીશ. પરંતુ તનેે હું ક્યાંરે પણ ભૂલીશ નહીં”

”ઝંખના, મુગ્ધાના પણ વિવાહ થઇ ગયા છે. હવે તું પણ લંડન જાય છે. હું સાવ એકલો પડી જઇશ. પ્લીઝ, ઝંખના મને એકલો મૂકીને ન જા, તારા વિના હું સાવ પાંગળો બની જઇશ”

”ધૈર્ય હું મજબૂર છું. એક વર્ષ માટે મારે ત્યાં જવું જ પડશે. પરંતુ તું ચિંતા ન કર આપણે ઇ-મેઇલ દ્વારા સંપર્ક જાળવી રાખીશું.”

ઝંખનાને વિદાય આપતા હું મારી આંખોમાંથી વહેતા અશ્રુ રોકી શક્યો નહીં. ઝંખના મારાથી દૂર જતી રહી. ઝંખનાને હું કેમ ભૂલી શકતો નથી. એ વિચાર મને પરેશાન કરી મૂકતો હતો. ઝંખનાની યાદ મારા દિલમાં કાંટાની જેમ ભોંકાતી હતી. આ પાછળનું કારણ જાણવા હું નાદાન હતો. ઝંખના લંડન ગયા પછી મને ખબર પડી કે આ નોકરી મને ઝંખનાની ભલામણથી જ મળી હતી.

આ દરમિયાન મુગ્ધા પણ પરણીને સાસરે જતી રહી. લજ્જા દીદી પાસેથી જાણવા મળ્યું કે મુગ્ધાને શ્રીમંત પરિવારમાં પરણવાના ઓરતા હતા. તે તેના પપ્પાને તેને માટે શ્રીમંત સાસરું શોધવાનું કહેતી હતી અને તેની ઇચ્છા પૂરી થઇ હતી. તેને શ્રીમંત સાસરું મળ્યું હતું.

મુગ્ધાના લગ્નને અને ઝંખનાને લંડન ગયે એક વર્ષ પુરું થયું હતું. ઝંખના લંડનથી પાછી આવી ગઇ હતી અને મુગ્ધા પણ છૂટાછેડા લઇ તેને પિયર પાછી આવી ગઇ હતી.

માટે તે સમયે લજ્જા દીદી પણ સુવાવડ માટે અમારે ઘરે આવ્યા હતા.

”મમ્મી મારી નણંદ મુગ્ધા છૂટાછેડા લઇ પાછી પિયર આવી ગઇ છે”

”કેમ અચાનક શું થયું? તેનું સાસરું ઘણું શ્રીમંત હતું અને તે ભોગ-વિલાસમાં આળોટતી હતી એમ તું કહેતી હતી.”

”માત્ર પૈસા જ સર્વસ્વ નથી મમ્મી તેને સાસરિયામાં સુખ નહોતું. સાસુ-સસરાનો ઘણો ત્રાસ હતો. આ ઉપરાંત ઘરમાં નણંદનું પણ વર્ચસ હતું. પતિ સાથે બની-ઠનીને ગાડીમાં બેસી ફરવાની તેની ઇચ્છા પૂરી થઇ નહીં. અને મુગ્ધામાં પણ સહનશક્તિનો અભાવ છે આથી એ પિયર પાછી ફરી અને હવે છૂટાછેડાની કાર્યવાહી ચાલે છે.” આ જાણીને મને આનંદ થયો નહીં. મુગ્ધા મારી બની શકશે એવા સમાચારો મને કેમ આનંદ નહીં આપ્યો હોય?

તે સાંજે હું ઝંખનાને મળ્યો, ”ઝંખના હું પાગલ હતો. હું તારા પ્રેમને જાણી શક્યો નહીં. તું લંડન ગઇ પછી મને ખબર પડી કે હું તને પ્રેમ કરું છું. મારા મમ્મી-પપ્પા અને લજ્જા દીદીની પણ ઇચ્છા છે કે હું તારી સાથે લગ્ન કરું. આ બાબતે તારો શું વિચાર છે?”

તે થોડી વાર ચૂપ રહી. પછી બોલી ધૈર્ય આપણે બાળપણના મિત્રો છીએ. આપણો સંબંધ મૈત્રી સુધી જ સિમીત રહે એ જ યોગ્ય છે. પ્લીઝ એને લગ્નનું નામ આપવાનો પ્રયાસ કરતો નહીં” એમ કહી તે ત્યાંથી જતી રહી.

તે દિવસે રાત્રે હું ઘરે આવ્યો ત્યાંરે લજ્જા દીદીના ઓરડામાંથી ઝંખનાના રડવાનો અવાજ આવતા જ હું ઓરડા બહાર થંભી ગયો. ”પણ ઝંખના તું તો ધૈર્યને પ્રેમ કરે છે. તો પછી તે લગ્નની કેમ ના પાડી દીધી. હાથમાં આવેલી તક ગુમાવી દીધી, તેં આમ કેમ કર્યું?”

”શું કરું દીદી? મારી પાસે કોઇ વિક્લ્પ જ નહોતો. મુગ્ધાને ખબર પડી ગઇ કે તમે લોકો ધૈર્ય સાથે મારા લગ્ન કરવા માગો છો એટલે તે મારી પાસે આવી અને મને કહ્યું કે તે ધૈર્યને ઘણો પ્રેમ કરે છે. જો હું તેના માર્ગમાંથી ખસી જઇશ તો ધૈર્ય જરૂર તેની સાથે લગ્ન કરશે. તેણે મને એટલે સુધી કહ્યું કે જો હું લગ્ન કરવાની ના પાડીશ તો ધૈર્ય જરૂર તેની સાથે લગ્ન કરશે. અને દીદી તમે જાણો છો ને કે હું ધૈર્યને વર્ષોથી પ્રેમ કરું છું. તેની ખુશી જ મારે માટે સર્વસ્વ છે. હું તેને દુઃખી થતા જોઇ શકતી નથી. અને ધૈર્ય મુગ્ધાને ઘણો પ્રેમ કરે છે. ધૈર્યની ખુશી માટે મેં મારા પ્રેમનું બલિદાન આપ્યું છે.”

આ સાંભળી મને ચક્કર આવવા માંડયા. એકબાજુ મુગ્ધા હતી જેણે પોતાના સ્વાર્થ ખાતર મારો સાથ છોડી દીધો હતો અને આજે પોતાના જ સ્વાર્થ માટે તે મારી પાસે પાછી ફરવા માંગે છે. અને ઝંખના પાસે તેના પ્રેમની ભીખ માંગી રહી છે. અને બીજી બાજુ ઝંખના હતી જે વર્ષોથી મને પ્રેમ કરે છે. પરંતુ આ અંગે તેણે એક પણ હરફ ઉચાર્યો નથી. જે મારે ખાતર તેના પ્રેમને કુરબાન કરવા તૈયાર છે. બસ, હવે નિર્ણય કરવાનો સમય પાકી ગયો છે. આજે ઝંખનાને તેના નિઃસ્વાર્થ પ્રેમનો પ્રતિસાદ નહીં મળે તો પછી ક્યાંરે પણ નહીં મળે. સમય ન ગુમાવતા હું લજ્જા દીદીના ઓરડામાં દાખલ થયો. અને ઝંખનાનો હાથ પકડી લીધો, ”લજ્જા દીદી, આ પાગલ છોકરીને કહો કે હું તેને જ પ્રેમ કરું છું. મુગ્ધા એક છાયા હતી. જે ક્યાંરે પણ હાથમાં આવતી નથી. મૃગજળ પાછળ આંધળો બનીને દોડતો હું ખળખળ વહેતા ઝરણાને જોઇ શક્યો નહોતો. આ મારી ભૂલ હતી. હું નાદાન હતો એટલે ઝંખનાનો પ્રેમ સમજી શક્યો નહીં. હકીકત તો એ છે કે ઝંખના લંડન ગઇ ત્યાંરે જ મારી આંખ આડેનું મુગ્ધાનું આવરણ હટી ગયું હતું. મુગ્ધાના સ્વાર્થી પ્રેમ સામે ઝંખનાનો નિઃસ્વાર્થ પ્રેમ જીતી ગયો છે.”

આમ કહી મેં ઝંખના સામે જોઇ કહ્યું, ”ઝંખના, આજે હું તારા પ્રેમની ભીખ માંગુ છું. હું તને જ પ્રેમ કરું છું. શું તું મારી સાથે લગ્ન કરીશ?” આ સાંભળી ઝંખના હકારમાં ડોકું ધૂણાવી શરમાઇને મારા બાહુપાશમાં ભરાઇ ગઇ અને લજ્જાદીદી સ્મિત ફરકાવતા અમને એકલા છોડી ઓરડા બહાર જતા રહ્યાં.

Leave a Reply

Your email address will not be published.