ભરતસિંહ સોલંકીના પરિવારમાં વિવાદઃ પહેલાં પત્ની હવે બહેન અલ્કા પટેલે ગાંધીનગર બંગલા મુદ્દે નોટિસ આપી

GUJARAT

ગુજરાતના પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીના ગાંધીનગરના બંગલા મુદ્દે વિવાદ શરૂ થયો છે. માધવસિંહ સોલંકીનું 9 જાન્યુઆરી 2021ના રોજ અવસાન થયું હતું. ત્યારબાદ સ્વ.માધવસિંહના ગાંધીનગરના બંગલા મુદ્દે અલકા પટેલે વકીલ મારફતે ગાંધીનગર સેક્ટર-19ના પૈતૃત મકાન મામલે એક જાહેર નોટિસ આપી હતી. મકાનમાં 3 ભાઈ, 2 બહેન વારસદાર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ મકાન તેમની જાણ બહાર અને હક્ક આપ્યા વિના વેચાઈ રહ્યા હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નોટિસમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મકાનની લે-વેચમાં અલકા બેન પટેલનો સંપર્ક કર્યા સિવાય મકાનનો કરાર, લખાણ કે વ્યવહાર કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી થશે તેવું જણાવાયું છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, કોંગ્રેસ નેતા ભરત સોલંકી તેમજ તેમના ભાઈ બહેનોમાંથી અલકા પટેલ દ્વારા એક જાહેર નોટિસ આપવામાં આવી છે. જેમાં ગાંધીનગર સ્થિત પૈતૃક મકાન મામલે હક્કને લઈને વાત કરવામાં આવી છે. નોટિસમાં મકાનમાં 3 ભાઈ અને 2 બહેનો વારસદાર તરીકે હોવાનો ઉલ્લેખ કરાયો છે, પરંતુ તે મકાન તેમની જાણ બહાર અને હક્ક આપ્યા વિના વેચાઈ રહ્યા હોવાનો ઉલ્લેખન કરાતા રાજકીય ગલિયારોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

તમને જણાવી દઈએ કે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહના ગાંધીનગર સ્થિત મકાનમાં ભોગવટેદારમાં ભરતસિંહ સોલંકી સહિત અશોક સોલંકી, અતુલ સોલંકી, વસુધા સોલંકી, અલ્કા પટેલ પણ મકાનનો ભોગવટો ધરાવે છે ત્યારે માધવસિહની દીકરી દ્વારા આરોપ કરાયો છે કે મકાનનો સોદો બારોબાર તેમની જાણ બહાર કરી નાખવામાં આવ્યો હતો. અલકાબેન પટેલે નોટિસ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, ગાંધીનગર સ્થિત પૈતૃક મકાનનો પોતાની જાણ બહાર લખાણ, કરાર કે વ્હાવહાર કરવામાં ન આવે, જો કોઇ કરાર કરેલ હશે તો અલકા બહેન બંધનકર્તા રહેશે નહી, તેમજ જાણ બહાર કરાર કે વ્યવહાર કરનાર સામે કાર્યવાહીની પણ ચેતવણી આપી છે.

અત્રે નોંધનીય છે કે, રાજ્યના પૂર્વ સીએમ સ્વ. માધવસિંહ સોલંકીના પરિવારમાં એમના ત્રણ પુત્રો ભરત સોલંકી, અશોક સોલંકી, અતુલ સોલંકી અને 2 બહેનો વસુધાબેન અને અલકાબેનનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *