બેડરૂમનો વીડિયો લીક થતાં પાક સાંસદે દેશ છોડવાની કરી જાહેરાત

GUJARAT

પાકિસ્તાની સાંસદ અને પ્રખ્યાત ટીવી હોસ્ટ આમિર લિયાકત હુસૈને પાકિસ્તાન છોડવાની જાહેરાત કરી. ત્યારબાદ ટ્વીટર પર ડોન્ટ ગો આસિફ ભાઇ ટ્રેન્ડ થવાનું શરૂ કર્યું .તેણે પાકિસ્તાનને અલવિદા કહીને સોશિયલ મીડિયા પર કેટલાક ટિક ટોક વીડિયો પણ શેર કર્યા છે. કેટલાક લોકોએ તેના પાકિસ્તાન છોડવા પર ખુશી પણ વ્યક્ત કરી હતી.

તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક કલાકનો વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે રડતો અને લોકોને કહેતો જોઈ શકાય છે કે, ઈસ્લામનો વિદ્વાન કેવી રીતે ડ્રગ એડિક્ટ હોઈ શકે છે. તેની ત્રીજી પત્ની દાનિયા શાહે તેમના પર ડ્રગ્સ લેવાનો આરોપ લગાવ્યો છે. આમિર લિયાકતે એમ પણ કહ્યું હતું કે, યુટ્યુબ પર ફરતા તેના વાંધાજનક વીડિયોને કોઈએ હટાવવાની તસ્દી લીધી નથી.

તેણે આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘જેને પણ મેં દુઃખ પહોંચાડ્યું છે, હું જતા પહેલા તેમની માફી માંગુ છું. જેમણે મારા પર કૃપા કરી છે તેમનો હું આભાર માનું છું અને હું મરતા પહેલા એ ઋણ ચૂકવીશ.

આમિર લિયાકતે કહ્યું, હું પાકિસ્તાનથી નીકળી રહ્યો છું. હું હવે અહીં રહીશ નહીં કારણ કે, આ દેશ હવે રહેવા લાયક નથી. અહીંનું વાતાવરણ ગમગીન બની ગયું છે. મારું હૃદય દુખ્યું છે. મારી તરફ આંગળીઓ ચીંધવામાં આવી, મીમ્સ બનાવવામાં આવ્યા, તેનાથી મને દુઃખ થયું પણ હું હજી પણ હસતો રહ્યો અને તેને ટાળતો રહ્યો.

લિયાકતે વધુમાં કહ્યું કે, મેં દાનિયાને માફ કરી દીધી છે. જો તે અલ્લાહની માફી માગી લે છે તો મારા ઘરના દરવાજા તેના માટે હંમેશા ખુલ્લા છે, પરંતુ તેણે સારું કર્યું નથી. વીડિયોમાં લિયાકત કહે છે, મને કહેવામાં આવી રહ્યું છે, હું કોઈને કહીશ નહીં. એ સ્પષ્ટ છે કે, હું હજ પછી પાછો નહીં આવું. કદાચ હું ‘એક થા ટાઈગર’ના સલમાન ખાનની જેમ ક્યુબા જઈશ. મારે હવે ગુમનામીમાં જીવન વિતાવવું છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ લિયાકતના આ વીડિયોની મજાક ઉડાવી રહ્યા છે અને ઘણા લોકો એમ કહીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે કે, તેનાથી દેશને છુટકારો મળશે.

Leave a Reply

Your email address will not be published.