બે તિથિ એક સાથે હોવાથી આ વખતે 8 દિવસની રહેશે શારદીય નવરાત્રિ, જાણીલો ઘટ સ્થાપનાનું મુહૂર્ત

DHARMIK

મહા શક્તિની ઉપાસનાનું મહાપર્વ શારદીય નવરાત્રિ 7 ઓક્ટોબરના ગુરૂવારથી શરૂ થશે. આસો મહિનાના સુદ પક્ષની એકમથી નોમ સુધી આદ્યશક્તિના નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવશે. આથી જ નવરાત્રિને નવલા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ વખતે ચોથ તિથિનો ક્ષય હોવાથી નવરાત્રિ 8 દિવસ જ રહેશે.

આદ્ય શક્તિની સ્થાપના ઘટ સ્થાપનાનું મુહૂર્ત
નવરાત્રિમાં અભિજિત મુહૂર્તમાં ઘટ સ્થાપના કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. એકમ તિથિમાં ઘટ સ્થાપના સાથે જ દેવીના નવરાત્રિ પૂજન અને અનુષ્ઠાન શરૂ થશે. જૂવારાઓ વાવી કળશની સ્થાપના કરવામાં આવે છે.

એકમ તિથિએ ઘટ સ્થાપના માટે શુભ મુહૂર્ત સવારે 6.00 વાગ્યાથી 7 વાગ્યા સુધી સારૂ રહેશે આ સિવાય અભિજિત મુહૂર્ત સવારે 11:59થી 12:46 વાગ્યા સુધી શ્રેષ્ઠ રહેશે. મહાષ્ટમી 13 ઓક્ટોબર અને મહાનોમ 14 ઓક્ટોબરના રોજ રહેશે, જ્યારે 15 ઓક્ટોબરના રોજ દશેરા ઊજવવામાં આવશે.

નવરાત્રિની પૂજા અર્ચના

નવરાત્રિ પ્રારંભ 07 ઓક્ટોબર પડવો
નવરાત્રિ દિવસ 1- ઘટસ્થાપના, ચન્દ્ર દર્શન શૈલપુત્રી પૂજા
08 ઓક્ટોબર બીજ
નવરાત્રિ દિવસ 2- બ્રહ્મચારિણી પૂજા
09 ઓક્ટોબર ત્રીજ
નવરાત્રિ દિવસ 3- સિંદૂર તૃતીયા, ચન્દ્રઘંટા પૂજા, કૂષ્માંડા પૂજા,

વિનાયકી ચોથનો ક્ષય, ઉદય કાળમાં ચોથ તિથિ ન રહેવાથી તિથિનો ક્ષય થશે.
10 ઓક્ટોબર પાંચમ
નવરાત્રિ દિવસ 4- ઉપાંગ લલિતા વ્રત, સ્કન્દમાતા પૂજા
11 ઓક્ટોબર છઠ
નવરાત્રિ દિવસ 5- સરસ્વતી આવાહન, કાત્યાયની પૂજા
12 ઓક્ટોબર સાતમ
નવરાત્રિ દિવસ 6- સરસ્વતી પૂજા, કાલરાત્રિ પૂજા
13 ઓક્ટોબર આઠમ
નવરાત્રિ દિવસ 7- દુર્ગા અષ્ટમી, મહાગૌરી પૂજા, સંધી પૂજા
14 ઓક્ટોબર નોમ
નવરાત્રિ દિવસ 8- મહા નવમી, આયુધ પૂજાનવમી હવન
15 ઓક્ટોબર દશમ
નવરાત્રિ દિવસ 9- નવરાત્રી પારણ, દુર્ગા વિસર્જન, વિજયાદશમી

એક વર્ષમાં ચાર નવરાત્રિ

દેવી પુરાણ અનુસાર નવ શક્તિઓના મિલનને નવરાત્રિ કહેવામાં આવે છે, જે દર વર્ષે ચૈત્ર, અષાઢ, આસો અને મહા મહિનામાં આવે છે. વસંત ઋતુમાં તેને ચૈત્ર અથવા વાસંતી નવરાત્રિ કહેવામં આવે છે. જ્યારે શરદ ઋતુ અને આસો મહિનામાં આવતી નવરાત્રિને શારદીય નવરાત્રિ કહેવામાં આવે છે. અન્ય બે ગુપ્ત નવરાત્રિ મહા અને અષાઢ મહિનામાં આવે છે. તેમાં માતા દુર્ગાની 10 મહાવિદ્યાઓની સાધના કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં તંત્ર સાધનાનું વિશેષ મહત્ત્વ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *