બે લગ્ન, તલાક અને છતાંય અઢળક લવ અફેર! એકવાર તો ક્રિકેટર સાથે બંધ રૂમમાં ઝડપાઈ!

BOLLYWOOD

પાકિસ્તાનની સિંગર નુરજહાંએ દુનિયા છોડી દીધી એનાં 19 વર્ષ થઈ ગયા. સાત દશક સુધી પોતાના જાદુઈ અવાજથી લોકોના દિલ જીતનારી નુરજહાંની આજે 23 ડિસેમ્બરે પુણ્યતિથી છે. 21 સપ્ટેમ્બર, 1926ના રોજ જન્મેલી નુરજહાંનું અસલી નામ અલ્લાહ રાખી વસાઈ હતું. નુરજહાં પહેલી પાકિસ્તાની મહિલા ફિલ્મ નિર્માતા રહી. તેણે હિન્દી, ઉર્દુ, સિંધી, પંજાબી જેવી અનેક ભાષાઓમાં કુલ 10 હજાર કરતાં પણ વધારે ગીત ગાયા છે.

એક અહેવાલ પ્રમાણે ફરીદા ખાનમ કે જે નુરજહાંની સારી દોસ્ત હતી. તેણે કહ્યું હતું કે જ્યારે તેની કાર છોકરાઓ પાસેથી નીકળે ત્યારે કાર ધીમે પાડી નાખે કે જેથી કરીને છોકરાએને આંખો ફાડી ફાડીને નિહાળી શકે. તે લગભગ દોઢ વાગ્યાની આજુબાજુ રેકોર્ડિંગ શરૂ કરતી. પરંતુ કલાકમાં તો એની પીઠ પર પરસેવોના ટીંપા દેખાવાનું શરૂ થઈ જતું. જ્યારે રેકોર્ડિંગ પુરુ થતું ત્યારે તો નુરજહાંનુ આખું શરીર પરસેવે રેબજેબ થઈ જતું. નુરજહાંએ બે લગ્ન કર્યા અને તલાક પણ થયાં.

એકવાર પાકિસ્તાનની એક નામી રાજા તજમ્મુલ હુસૈને હિમંત્ત કરીને નુરજહાંને પુછ્યું કે તમારે કેટલા આશિક રહ્યા હશે? કંઈ નહીં તો અડધા તો કહી દો. તો નુરજહાંએ ગણાવવાનું શરૂ કર્યું. કેટલીક મિનિટો પછી તજમ્મુલ હુસૈનને નુરજહાંએ કહ્યું કે કેટલા થયા? જબાવ મળ્યો કે 16. તો નુરજહાંએ કહ્યું કે ના ના કરતી હતી અને 16 થઈ ગયા ને!

નુરજહાં અને નજર મોહમ્મદના કિસ્સાઓ આજે પણ મશહુર છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટેસ્ટ ક્રિકેટર નજર મોહમ્મદનુ ટેસ્ટ કરિયર નુરજહાંના કારણે જ સમય પહેલા ખત્મ થઈ ગયું. હતું એવું કે નુરજહાંને પુરુષ ખુબ પસંદ હતા. એક અહેવાલ પ્રમાણે એક વખત નુરહજાં અને નજરને એના પતિએ એક રૂમમાં રંગે હાથ ઝડપાયા હતાં. નજરે પહેલા માળથી બારીમાંથી કુદકો મારી દીધો અને એનો હાથ ભાંગી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *