બે હાથે ખાશે ઘરના લોકો ગુંદરના લાડુ, આ રહી રીત

GUJARAT

શિયાળાની શરૂઆત થતા ઘરે ઘરે અવનવા વસાના બનાવવામાં આવે છે. શિયાળો એટલે પૌષ્ટિક અને સ્વાદીષ્ટ ગરમ ખાદ્ય પદાર્થોનો સ્વાદોત્સવ. શિયાળામાં સ્વાસ્થ્ય કુદરતી રીતે સારુ રહે છે. કારણ કે શિયાળામાં પૌષ્ટિક ખાદ્યપદાર્થો આરોગવામાં આવે છે. તો આજે આપણે પૌષ્ટિક ગુંદર અને ડ્રાઇફ્રુટના લાડુ બનાવતા શીખીશું..

જરૂરી સામગ્રી

100 ગ્રામ – ગુંદર
400 ગ્રામ – ઘી
250 ગ્રામ – અડદની દાળ (8 કલાક પલાળેલી)
100 ગ્રામ – બદામના લાંબા કાપેલા ટુકડા
100 ગ્રામ – કાજુ
100 ગ્રામ – ખારેક(ઠળિયા કાઢીને કાપેલી)
100 ગ્રામ – કોપરું છીણેલું (સેકેલું)
250 ગ્રામ – દળેલી ખાંડ
200 ગ્રામ – ગોળ
20 ગ્રામ – ખસખસ
– 10 ગ્રામ – ઈલાયચી
-20 ગ્રામ – સૂંઠનો પાવડર.

બનાવવાની રીત

સૌ પ્રથમ અડદની દાળનુ પાણી નિતારી તેને પેપર પર સુકવી દો. ગુંદરના નાના-નાના ટુકડા કરીને 2-3 કલાક તેને તડકામાં મુકો.પેનમાં ઘી ગરમ કરો અને તેમા ગુંદર નાખીને તળો. જ્યારે તે ફુલીને ડબલ થઈ જાય ત્યારે કાઢી લો.હવે ઘી મા બદામ, કાજુ, અને ખારેકને થોડા-થોડા તળીને કાઢી લો અને મિક્સરમાં ફેરવી લો, કરકરા રહેવા જોઈએ. લોટ જેવા ન વાટો.અડદની દાળ ઉપરથી કોરી થઈ જાય કે મિક્સરમાં દળી લો અને બચેલા ઘી માં અડદનો લોટ ધીમાં ગેસ પર 15-20 મિનિટ સુધી શેકો. હવે આ સેકેલા લોટમાં બદામ, ખારેક, કોપરું, કાજુ, ગુંદર, અને દળેલી ખાંડ નાખીને સારી રીતે ભેળવી લો. થોડાક ઘીમા સૂંઠ સેકીને દાળના મિશ્રણમાં નાખો. બે ચમચી ઘીમાં ગોળને ઝીણો વાટી ઓગાળી લો અને ગોળ ફુલે કે તરત લોટમાં મિક્સ કરો.ઈલાયચી પાવડર મિક્સ કરો. . દળેલી ખાંડ પણ નાખી દો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. લાડુ બનાવી લો. લાડુ ન વળે તો તેમા અડધો કપ ઘી અથવા દૂધ નાખીને લાડુ બનાવો. તૈયાર છે ગુંદર અને ડ્રાયફ્રુટના પૌષ્ટિક લાડુ.આ લાડવા ઠંડીમાં પૌષ્ટિક અને ગુણકારી રહે છે.

Leave a Reply

Your email address will not be published.