બટાકાના શાકે સાસુ-વહુનો એવો ઝઘડો કરાવ્યો કે, વહુના પિયરીયાએ સાસુને માર્યો માર

GUJARAT

સાસુ-વહુના ઝઘડાના કિસ્સા હંમેશા ચર્ચાતા હોય છે. પરંતુ ડીસાના એક પરિવારના સાસુ-વહુ બટાકાના શાક જેવી નાનકડા મુદ્દે એવા તો બાખડ્યા કે વાત મારમારી પર પહોંચી ગઈ હતી. વહુએ પોતાના પિયરીયાઓને બોલાવીને વૃદ્ધ સાસુને માર મરાવ્યો હતો.

ડીસામાં વહુએ બટાટાનું શાક બનાવતા સાસુ-વહુ બાખડયા હતા. વહુ અને સાસુની બાબલ બાદ વહુએ પોતાના પિયરીયાઓને જાણ કરતાં વેવાઈઓએ આવી વૃદ્ધ સાસુને ધોકા વડે માર મારી પહોંચાડી ઇજાઓ હતી. ત્યારે સમગ્ર મામમલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ડીસા પોલીસે વૃદ્ધ સાસુએ 3 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

બન્યુ એમ હતું કે, ડીસાની તિરુપતિ ટાઉનશિપ ખાતે નિલેશ સેધાભાઈ બારોટ રહે છે. તેમના પિતાનું થોડા દિવસો પહેલા નિધન થયુ હતું. તેથી તેમના માતા પુષ્પાબેન બારોટ તેમની સાથે રહેવા આવ્યા હતા. પુષ્પાબેન હાલ પુત્ર નિલેશ અને પુત્રવધુ જાગૃતિ સાથે રહે છે. ત્યારે બે દિવસ પહેલા તેમની વહુએ બપોરના ભોજનમાં બટાકાનું શાક બનાવ્યુ હતું. પુષ્પાબેને વહુને બીજુ શાક બનાવવા કહ્યું હતું. જેથી આ મામલે સાસુ-વહુ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાદ વહુએ પોતાના પિયરથી કેટલાક લોકોને બોલાવ્યા હતા, જેમણે પુષ્પાબેનને માર માર્યો હતો.

પિયરીયાઓના મારથી વૃદ્ધ સાસુ ઘાયલ થયા હતા, જેથી તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા પડ્યા હતા. ત્યારે પુષ્પાબેનને પ્રતાપભાઈ વિઠલભાઈ બારોટ, જગદીશભાઈ ભરતભાઇ બારોટ, દલપતભાઈ ધીરજભાઈ બારોટ સામે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *