બરછટ વાળથી મેળવો છુટકારો હૉટ ટૉવલ ટ્રીટમેન્ટથી, જાણો ફાયદા અને રીત

helth tips

આજકાલ વ્યસ્તતા ભરેલા જીવનમાં કોઈ પણ વ્યક્તિ પોતાના દેખાવ પર વધુ ધ્યાન આપી શકતી નથી, એમાં પણ મહિલાઓ તેમના લાંબા વાળ પર ધ્યાન આપી શકતી નથી, અને વાળની સારી સંભાળ રાખી શકતી નથી. જેના કારણે વાળ શુષ્ક, નિસ્તેજ અને બરછટ થવા લાગે છે અને વાળને લગતી ઘણી સમસ્યાઓ થવા લાગે છે.

એવામાં તમે ઘરે જ તેલ અને ટુવાલ સાથે હૉટ ટૉવલ ટ્રીટમેન્ટ લઈ શકો છો. વાળને સ્ટીમ આપવાથી વાળના રોમ ખુલી જાય છે. એનાથી વાળનું તેલ ખોપરીમાં ઉતરી જાય છે અને વાળના વિકાસને પ્રોત્સાહન મળે છે. ગરમ ટુવાલનો ઉપયોગ કરવાથી ખોપરી ઉપરની બધી ગંદકી દૂર કરવામાં મદદ મળે છે. જો તમારા વાળ શુષ્ક છે, તો આ હૉટ ટૉવલ ટ્રીટમેન્ટ તમારા માથાની ચામડીને હાઇડ્રેટ કરવામાં મદદ કરશે અને તમારા વાળ સિલ્કી અને ચમકદાર બનશે.

શું છે આ ટ્રીટમેન્ટ

હૉટ ટૉવલ ટ્રીટમેન્ટ આ દિવસોમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે, કારણ કે આ સંપૂર્ણપણે કુદરતી છે અને તમારા વાળને ફાયદો કરે છે. આ ટ્રીટમેન્ટમાં વાળમાં પહેલા તેલ લગાવવામાં આવે છે અને પછી ગરમ ટુવાલથી ઢાંકી દેવામાં આવે છે. જેનાથી તમારા વાળને સ્ટીમ મળે છે. જ્યારે તમારા વાળ પર આ ગરમ ટુવાલનો ઉપયોગ લગાવવામાં આવે છે, ત્યારે તેલ ખોપરી ઉપરની ચામડીમાં ઊંડે સુધી ઉતરે છે, જેનાથી તમારા વાળ સ્વસ્થ અને મુલાયમ થઇ જાય છે.

ઘરે જ કરો આ ટ્રીટમેન્ટ

ઘરે હૉટ ટૉવલ ટ્રીટમેન્ટ કરવા માટે, તમારે નાળિયેર તેલ, બદામ તેલ, એરંડા તેલ, વિટામિન ઇ કેપ્સ્યુલ્સ, ગરમ પાણી અને ટુવાલની જરૂર પડશે. આ માટે, સૌપ્રથમ એક બાઉલમાં નારિયેળ તેલ, એરંડા તેલ અને બદામનું તેલ સમાન પ્રમાણમાં મિક્સ કરો. તેમાં વિટામિન ઇની 1 કેપ્સ્યુલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. માથાથી વાળના છેડા સુધી તેલ લગાવો. તમારા વાળને પોનીટેલમાં અથવા ચોટલામાં બાંધી રાખો.

એક પેનમાં થોડું પાણી ગરમ કરો અને તમારા ટુવાલને પાણીમાં ડુબાડો. ગેસ બંધ કરો. એમાંથી ટુવાલ બહાર કાઢીને તમારા વાળને ગરમ ટુવાલથી લપેટો પછી 30 મિનિટ સુધી રાખો. પછી માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો.

ધ્યાન રાખો કે ટુવાલને વધારે ગરમ ન કરો, કારણ કે એનાથી તમારી જાતને નુકસાન પહોંચી શકે છે. જો તમને લાગે કે આમાંથી કોઈ પણ તેલ તમારા વાળ માટે કામ કરતું નથી તો તમે તમારા વાળ મુજબ તેલ બદલી શકો છો. આ ટ્રીટમેન્ટ અઠવાડિયામાં બે વાર કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *