ભાદરવા મહિનામાં ગણેશ ઉત્સવ આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે લોકો ગણેશજીની સ્થાપના કરે છે અને અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીને વિદાઈ આપીને તેમનું વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે અનંત ચતુર્દશી 19 સપ્ટેમ્બરના દિવસે આવે છે. ત્યારે જાણી લો કે બાપ્પાનું વિસર્જન કયા મુહૂર્તમાં કરશો અને વિસર્જનની પૂજા વિધિ વિશે –
ગણેશ વિસર્જનની પૂજાવિધિ
બાપ્પાના વિસર્જન પહેલા ભગવાનને નવા વસ્ત્રો પહેરાવો. એક રેશમી કપડાંમાં મોદક, પૈસા, દુર્વા ઘાસ, અને સોપારી મૂકીને તેની પોટલી બાંધી લો અને તેને ગણેશજીની પાસે મૂકી દો. બાપ્પાની આરતી કરો અને એમને તમારી ભૂલો માટે ક્ષમા માંગો. આ પછી બાપ્પાને માન-સન્માન સાથે પાણીમાં વિસર્જિત કરો.
વિસર્જનનું શુભમુહુર્ત
ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવાનો શુભ સમય સવારે 09:11 થી બપોરે 12:21 સુધીનો છે. આ પછી, બપોરે 01:56 થી 03:32 સુધી શુભ સમય રહેશે. ગણપતિ વિસર્જન માટે અભિજિત મુહૂર્ત સવારે 11:50 થી 12:39 સુધી રહેશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 04:35 થી 05:23 અને અમૃત કાલ રાત્રે 08:14 થી 09:50 સુધી છે. 19 સપ્ટેમ્બરે રાહુકાલ 04:30 થી સાંજે 6 વાગ્યા સુધી રહેશે. આ સમય દરમિયાન વિસર્જન ન કરો.