બનાસકાંઠામાં યુવતીના આપઘાત કેસમાં મોટો ખુલાસો, અંતિમ ક્રિયા બાદ એક નાનકડાં રેકોર્ડિંગે પોલ ખોલી

GUJARAT

બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડામાં યુવતીના આપઘાત કેસમાં એક નવો જ ખુલાસો થયો છે. યુવતી પર 3 શખ્સોએ દુષ્કર્મ આચરતા આપઘાત કર્યાનું ખુલ્યું છે. યુવતીનો મોબાઈલ ચેક કરતા રેકોર્ડિંગમાં તમામ વિગત સામે આવી છે. પોલીસની તપાસમાં મૃતકે તેની ફ્રેન્ડ સાથે વાતચીત કર્યાનું રેકોર્ડિંગ મળ્યું છે. જેમાં 3 યુવકોએ દુષ્કર્મ આચરી બ્લેકમેલ કર્યાનું ખુલ્યું છે. હવે યુવતીની દફન કરેલી લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

જાણો શું હતી સમગ્ર ઘટના?

થોડા દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડામાં યુવતીએ કરેલા આપઘાત કેસમાં આજે એક નવો વળાંક આવ્યો છે. ત્રણ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ ગુજારતા યુવતીએ આપઘાત કર્યો હતો. ત્યારબાદ પોલીસે તપાસ કરી હતી, પરંતુ યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો તેના વિશે જાણ થઈ નહોતી. આખરે યુવતીની અંતિમ ક્રિયા બાદ પોલીસે મોબાઇલ ચેક કરતા રેકોર્ડિંગમાં ત્રણ શખ્સોએ તેમને મરવા મજબૂર કર્યાનું સામે આવ્યું છે.

મૃતક યુવતી તેમની ફ્રેન્ડ જોડે સમગ્ર ઘટનાની વાતચીતનું રેકોર્ડિંગ સામે આવતા સમગ્ર ઘટના સામે આવી ગઈ હતી. પોલીસને મળેલા રેકોર્ડિંગમાં ત્રણ યુવાનો યુવતી પર દુષ્કર્મ કરી તેમને બ્લેક મેઈલ કરવાની ધમકી આપી હતી. આજે દફન વિધિ કરેલી લાશ બહાર કાઢી PM કરાશે. પાંથાવાડા પોલીસે માનસિક ત્રાસ અને બ્લેકમેલીંગ કરતાં ત્રણે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હાલ તો આ ઘટનાને લઇને જિલ્લાભરમાં ચર્ચાઓએ જોર પકડયું છે. અને આવા નરાધમો, આરોપીઓ પર લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. પોલીસ આવા નરાધમોની વહેલીમાં વહેલી તકે ધરપકડ કરે તેવી ચર્ચાઓ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *