બમણી ઝડપે વધશે તમારા વાળનો ગ્રોથ, કરો આ ઘરગથ્થુ ઉપચાર

helth tips

લાંબા વાળ દરેક મહિલાની ઈચ્છા હોય છે. એક તો લાંબા વાળ મહિલાની સુંદરતામાં વધારો કરે છે અને પાછું સરસ મજાની અલગ અલગ હેરસ્ટાઈલ થઈ શકે એ અલગ. પણ વાળને હેલ્ધી અને લાંબા રાખવા માટે તેની નિયમિત સંભાળ રાખવી જરૂરી છે. વાતાવરણમાં રહેલા પ્રદૂષણને કારણે આપણા વાળ તથા સ્કેલ્પ પર ગંદકી જમા થાય છે, જેના કારણે વાળની સમસ્યાઓ સર્જાય છે. પણ જો વાળની યોગ્ય સંભાળ રાખવામાં આવે તો વાળની ઘણી સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે અને વાળને લાંબા તેમજ હેલ્ધી બનાવી શકાય છે. આ માટેની ષધી તમને તમારા રસોડામાંથી જ મળી રહેશે, જે તમારા વાળને મજબૂત બનાવવાની સાથે સાથે લાંબા પણ બનાવે છે.

લસણનું તેલ

લસણનું તેલ વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે. તમે ઘરે જ લસણનું તેલ બનાવી શકો છો. લસણની કળીઓને બારીક કાપીને નારિયેળના તેલમાં અથવા ઓલિવ ઓઈલમાં ભેળવી લો. આ તેલને એક જારમાં ભરી લો અને જારને કોઈ ઠંડી જગ્યાએ અથવા એવી કોઈ જગ્યાએ રાખો જ્યાં હવા પહોંચી શકતી ન હોય. અથવા નારિયેળ તેલને ગરમ કરી તેમાં કાપેલું લસણ નાખી શકો છો. શેમ્પૂ કરવાના અડધા કલાક પહેલાં આ તેલથી વાળમાં માલીશ કરો. ધીરેધીરે વાળનો ગ્રોથ વધવા લાગશે.

હોટ ઓઈલ થેરાપી વાળના ગ્રોથમાં કરશે વધારો

વાળ વધારવા માટે તમે હોટ ઓઈલ થેરાપીનો પણ ઉપયોગ કરી શકો છો. ગરમ તેલથી વાળમાં હળવા હાથે માલીશ કરવાથી બ્લડ સરક્યુલેશન વધે છે. પણ ધ્યાન રાખવું કે વધારે વજન આપીને વાળમાં માલીશ કરવી નહીં, કારણ કે તેનાથી વાળ તૂટી શકે છે. હંમેશાં આંગળીઓથી જ વાળમાં તેલ લગાવવાનો આગ્રહ રાખવો. તમે શુદ્ધ નારિયેળ તેલને ગરમ કરી વાળમાં લગાવી શકો છો. તે પછી ગરમ પાણીમાં ટુવાલને ભીનો કરી તેને નિચોવો અને પછી ટુવાલને માથામાં પાઘડીની જેમ વીંટાળી લો. તેને પાંચ મિનિટ સુધી એમ જ રહેવા દો. ગરમ ટુવાલને અઠવાડિયામાં ત્રણથી ચાર વાર આ રીતે વાળમાં વીંટાળો. વાળમાં અને સ્કેલ્પમાં સારી રીતે તેલને શોષે છે.

વાળને વધારવા નારિયેળનું દૂધ છે ઉત્તમ

વાળને વધારવા માટે નારિયેળ તેલ ઉપરાંત નારિયેળનું દૂધ પણ ઘણું કારગત છે. આ ઉપરાંત નારિયેળનું દૂધ પણ તમે વાળમાં લગાવી શકો છો. આખી રાત નારિયેળનું દૂધ વાળમાં લગાવીને રાખો. સવારે વાળને શેમ્પૂથી ધોઈ લો. નારિયેળનું દૂધ માત્ર વાળનો ગ્રોથ નથી વધારતું પણ વાળને સ્મૂધ અને સિલ્કી પણ બનાવે છે.

વાળને બાઉન્સી બનાવવા દહીંનો ઉપયોગ

દહીં અને મેથી વાળ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનું મિશ્રણ લગાવવાથી વાળ બાઉન્સી અને સિલ્કી પણ બને છે. મેથીને આગલી રાત્રે પલાળીને બીજે દિવસે ક્રશ કરી તેને દહીંમાં ભેળવી લો. આ મિશ્રણને સ્કેલ્પમાં લગાવીને દસ મિનિટ બાદ વાળ ધોઇ લેવા.

મીઠો લીમડો વાળને બનાવે છે મજબૂત

દક્ષિણ ભારતમાં વાળ વધારવા માટે મહિલાઓ મીઠા લીમડાનો ઉપયોગ કરે છે. વાળનો ગ્રોથ વધારવા માટે મીઠા લીમડાની પેસ્ટ બનાવી તેને દહીંમાં ભેળવી વાળમાં લગાવી શકાય છે. અથવા મીઠા લીમડાની પેસ્ટને એલોવેરા જેલ સાથે ભેળવીને પણ વાળમાં લગાવી શકાય છે. તે વાળ વધારવામાં મદદ કરે છે તેમજ વાળની ગુણવત્તામાં પણ સુધારો લાવે છે. અઠવાડિયામાં બે વખત નારિયેળ તેલમાં મીઠો લીમડો ભેળવીને ઉકાળો. જ્યાં સુધી તેલ કાળું ન થઈ જાય ત્યાં સુધી તેલને ઉકાળતા રહો. ત્યારબાદ મિશ્રણને ઠંડું થવા દો અને પછી તેને સ્કેલ્પ પર લગાવો. એક કલાક બાદ વાળને ધોઈ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *