બહુચર માતાજી હોય છે કિન્નરોના દેવી, જાણો કેમ આમ?

GUJARAT

ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલું બહુચરાજી ધામ છે. અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે. વર્ષ દરમિયાન અહિં યાત્રાળુઓનો પ્રવાહ વહેતો રહે છે. આ મંદિર પાછળ એક ખાસ વાત છે.. તો સાથે સાથે જાણો કિન્નરોના દેવી બહુચરાજી માતા કેવી રીતે બન્યા.

મહેસાણા જિલ્લામાં બેચરાજી વિસ્તારમાં આવેલું બહુચરા માતાનું મંદિર ખાસ કરીને નિઃસંતાન દંપતી માટે આશાનું કિરણ છે. અહિં દર્શન કરનારની મનોકામના પૂર્ણ થાય છે. સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. આ સ્થળે કિન્નર સમુદાયના લોકો અવારનવાર વિશેષ પૂજા અને અનુષ્ઠાન કરતા જોવા મળે છે. માન્યતા પ્રમાણે અનેક દુષ્ટ રાક્ષસોનો સંહાર કરીને તેનું ભક્ષણ કરવા બદલ આ દેવી બહુચરા કહેવાયા.

બહુચર માતા કુકડા પર સવારી કરે છે. તેમની સવારીને લઈને એક દંતકથા પણ છે. કહેવાય છે કે એકવાર અલ્લાઉદ્દીન બીજા જ્યારે પાટણને જીતીને આ મંદિર તોડવા માટે સેનાની સાથે પહોંચ્યા ત્યારે ત્યાં દેવી વાહન કુકડા પર સવારી કરી રહ્યાં હતા. તેમના સૈનિકોએ એ કુકડાઓને પકડીને રાંધી નાંખ્યા પછી ખાઈ ગયા. જો કે એક મરઘો બચી ગયો. સવારે જ્યારે તેણે બાંગ પોકરવી શરી કરી તો સૈનિકોના પેટમાં રહેલા મરઘાઓએ પણ બાંગ પોકારવી શરૂ કરી. સેનિકોના પેટ ફાડીને બહાર આવવા લાગ્યા. આ તો બહુચરમાના મરઘાં હતા. આ જોઈને અલાઉદ્દીન અને તેના સિપાહીઓ મંદિર તોડ્યા વિના જ ઉભી પૂંછડીએ ભાગ્યા. આમ માતાનો સાક્ષાત્કાર એ મુગલ સમ્રાટને પણ થયો હતો. કહેવાય છે કે જ્યારે નવરાત્રિ હોય ત્યારે અંબાજીની સાથે જ બહુચર માતા હોય છે. બંને ચાચરના ચોકમાં જોડમાં જ ગરબા ગાય છે.

કિન્નરો કેમ કરે છે બહુચર માતાની ઉપાસના
એક પૌરાણિક કથા અનુસાર ગુજરાતમાં એકવાર એેક નિઃસંતાન રાજાએ સંતાન પ્રાપ્તિ માટે બહુચરા માતાજીની આરાધના કરી. માતાએ પ્રસન્ન થઈને તેને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા. રાજાના ઘરે પુત્ર થયો. પણ તે નપુંસક નિકળ્યો. એક દિવસ બહુચરા માતા તેના સપનામાં આવ્યા. અને તેને ગુપ્તાંગ સમર્પિત કરીને મુક્તિને માર્ગે આગળ વધવા કહ્યું. રાજકુમારે એવું જ કર્યું. તે પછી તે દેવીનો ઉપાસક બની ગયો. આ ઘટના પછી તમામ કિન્નરો બહુચરા માતાને પોતાના કુળદેવી માનીને તેમની ઉપાસના શરૂ કરી દીધી.

અમદાવાદથી 110 કિમી દૂર, મહેસાણાથી 38 કિમીના અંતરે બેચરાજી માર્ગ પર આ મંદિર આવેલું છે. કિન્નરોના આ આરાધ્ય દેવી છે.

Leave a Reply

Your email address will not be published.