બદલાતા નખના રંગને ક્યારેય ન કરશો નજરઅંદાજ, હોય શકે છે ગંભીર બીમારીના સંકેત

GUJARAT

બીમારીની ચપટમાં આવતા જ આપણા શરીરમાં અનેક પ્રકારના બદલાવ શરૂ થવા લાગે છે. જેને સામાન્ય રીતે નજરઅંદાજ કરવામાં આવે છે. જે આગળ જતા કેટલીક સમસ્યા પેદા કરી શકે છે. જોકે આપણા શરીરનો બહારનો આવરણ જેમ કે, ત્વચા, નખ પહેલેથી જ બીમારીનો આભાસ કરાવે છે. તમારા નખનો બદલતો રંગ પણ તમને ઇન્ફેક્શન તેમજ કેટલીક ગંભીર બીમારીઓના સંકેત આપે છે. જેમ કે નખની પીળાશ શરીરમાં પોષક તત્વોની ઉણપનો સંકેત આપે છે. એવી જ કેટલીક બીમારીઓના સંકેત આપણને નખ આપે છે. તો ચાલો આજે અમે તમને આ અંગે વિગતે જણાવીશું.

નખનો પીળો રંગ

જો નખનો રંગ પીળો કે સફેદ થઇ દાય તો તમને લિવર , ડાયાબિટીસ, શરીરમાં પોષક તત્વોની ઉણપ, થાઇરોઇડ જેવી બીમારી પણ થઇ શકે છે. એવામા તરત ડોક્ટરની પાસે જઇને તમારે યોગ્ય સમયે તપાસ કરીને તેની ટ્રીટમેન્ટ કરવી જોઇએ.

નખ પર સફેદ ધારી

જો એક સાથે તમારા નખ પર સફેદ લીટીઓ નજર પડે છે તો સંકેતમાં શરીરમાં પોષક તત્વોની ઉણપ હોય શકે છે. તે સિવાય કિડનીથી જોડાયેલી કેટલીક સમસ્યાઓ પણ થઇ શકે છે.

ડાર્ક પીળાશ

નખનો રંગ વધારે પીળો પડી જાય છે તો તે નખમાં ઇન્ફેક્શન તરફ ઇશારો કરે છે. ઇન્ફેક્શનના કારણથી નથ જલદી તૂટી જાય છે. એવામાં તમારે ડોક્ટરેથી તપાસ કરાવી લેવી જોઇએ.

નખ પર સફેદ નિશાન

જો નખ પર સફેદ નિશાન પડી જાય તે કોઇ ઇજા થાય તો તેની પર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. જો તે સમય રહેતા સારુ ન થાય તો ડોક્ટરની પાસે તપાસ કરવી જોઇએ.

વળી ગયેલા નખ

જ્યારે નખની કિનારી ઉપરથી વળવા લાગે છે તો તમને એનીમિયા, અત્યધિક પ્રમાણમાં આયરનની ઉણપ કે હૃદયથી જોડાયેલી બીમારીનો સંકેત પણ હોય શકે છે. જેથી તમારે ઝડપથી તેનો ઇલાજ કરાવવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *