બાળકો માટે ખતરનાક છે ડેન્ગ્યુ, જાણો એના લક્ષણો અને બચવાના ઉપાયો

helth tips

કોરોના વાયરસનો પ્રકોપ હજુ ઓછો થયો નથી, પણ હવે ડેન્ગ્યુનો ખતરો વધી રહ્યો છે. દર વર્ષ કરતા આ વર્ષે બાળકોમાં ડેન્ગ્યુના કેસ વધારે સામે આવી રહયા છે. ઉત્તરભારતમાં ડેન્ગ્યુનો પ્રકોપ ફેલાયેલો છે. નિષ્ણાંતો અનુસાર, ડેન્ગ્યુ બાળકો માટે વધુ ખતરનાક છે કારણ કે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ મોટા કરતા નબળી હોય છે.

આખા વર્ષમાં 6 વાર શ્વાસ સંબંધિત બીમારીથી પીડાય છે, એવામાં બાળકો જલ્દી ડેન્ગ્યુની ઝપેટમાં આવે છે. એમાં પણ હવે લોકડાઉન ખુલ્યા બાદ, બાળકો બહાર જવા લાગ્યા છે અને બહારનું ખાવા લાગ્યા છે. એમાં પણ વરસાદમાં બહારનું ભોજન ક્યારેય ન ખાવું જોઈએ. ડેન્ગ્યુના મચ્છર સ્વચ્છ અને ગંદા બંને પાણીમાં થાય છે, તેથી વરસાદની ઋતુમાં પાણીને ક્યાંય પણ ભરાવા દેવું જોઈએ નહીં. એડીસ મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ થાય છે.

ડેન્ગ્યુથી બચવાના ઉપાયો –

ઘરમાં પાણી ભેગું થવા દેવું નહીં કે ભેજ થવા દેવો જોઈએ નહીં. લીમડાના તેલનો છંટકાવ કરવો જોઈએ. લીમડાનો ધુમાડો કરવો જોઈએ. બાળકોને આખા કપડાં પહેરાવો. બાળકોને મચ્છરદાનીની અંદર સૂવાડો. જો લક્ષણો દેખાય તો તરત જ ડોકટરનો સંપર્ક કરો. મચ્છર કરડવાથી બચવા માટે, તમે બજારમાં ઉપલબ્ધ મૉસ્કિટો રિપેલેન્ટ ક્રીમ લગાવી શકો છો.

ડેન્ગ્યુના લક્ષણો –

102 ડિગ્રીથી વધુ તાવ આવવો, શહેરમાં ડીહાઇડ્રેશન થઇ જવું, હાથ-પગ દુઃખવા, પેટમાં દુઃખાવો થવો, જેવા લક્ષણો જોવા મળે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. આ ડેન્ગ્યુના લક્ષણો હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *