બધા કેદીઓની જેમ સવારે 6 વાગ્યે ઉઠવાનું, 7 વાગ્યે નાસ્તો… જાણો શું હશે આર્યન ખાનનું આખું શેડ્યૂલ

GUJARAT

છેલ્લા 3 દિવસથી એક જ વાત મીડિયા સામે રમી રહી છે કે આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફસાયો છે અને હવે તેનું શું થશે. ત્યારે આજે એ પણ સામે આવી ગયું કે શાહરૂખના લાડલાને જેલમાં જ રાત વિતાવવી પડશે. આર્થર રોડ પર જેલમાં NCBના અધિકારી તેને જેલ લઈને પહોંચી ગયા છે. ત્યારબાદ કિલા કોર્ટમાં તેની સુનાવણી થઈ અને બધી આશા પર પાણી ફરી ગયું, કારણ કે તેની જમાનત અરજી નકારી દેવામાં આવી છે.

હાલમાં માહિતી સામે આવી રહી છે કે આર્યન ખાન સાથે બાકીના આરોપીઓને પણ જેલમાં પહેલા માળે બૈરક નંબર એકમાં રાખવામાં આવ્યા છે. હજુ સુધી કોઈને યુનિફોર્મ આપવામાં આવ્યો નથી. બધાને પાંચ દિવસ માટે ત્યાં જ ક્વોરન્ટાઈન રાખવામાં આવશે, જો કોઈનામાં કોરોનાના લક્ષણ જોવા મળશે તો તેનો ટેસ્ટ કરવામાં આવશે. જો કે આર્યન ખાન સહિત 8 આરોપી કોરોના નેગેટિવ આવ્યા છે. બધાને કોરોના રસીના બે ડોઝ પણ લાગી ચૂક્યા છે. બધાને માત્ર 5 દિવસ ક્વોરન્ટાઈન રાખવામાં આવશે. કોઈને સ્પેશિયલ ટ્રિટમેન્ટ આપવામાં નહીં આવે. દરેક જેલવાસીની જેમ જ તેમને રહેવાનું છે.

હાલમાં જે પરિસ્થિતિ છે એના વિશે વાત કરીએ તો આર્યન ખાનને ઘરનું ખાવાનું ખાવા માટે પણ પરવાનગી લેવી પડશે. કોર્ટે કડકાઈથી આદેશ આપેલ છે કે એમાંથી કોઈને પણ સ્પેશિયલ ટ્રિટમેન્ટ આપવામાં નહી આવે અને બહારથી જમવાનું પણ આપવામાં નહીં આવે. જેલમાં જે રૂટીન છે એને જ ફોલો કરવું પડશે. સવારે 6વાગ્યે ઉઠવું પડશે. 7 વાગ્યે નાસ્તો મળશે. એમાં માત્ર શીરો અને પૌઆ જ મળશે કે જે જેલવાસીઓને મળે છે. ત્યારબાદ 11 વાગ્યે બપોરનું ખાવાનું મળશે.

દિવસે અને રાત્રે જમવામાં રોટલી, શાક અને દાળભાત મળશે. આર્યન ખાન સહિત દરેક આરોપીમાંથી કોઈને પણ અંદર ફરવાની સુવિધા ઉપલબ્ધ નહીં થાય. કારણ કે પાંચ દિવસ દરેક ક્વોરન્ટાઈનમાં રહેશે. જો આર્યન ખાનને બધા કરતા કંઈ વધારે ખાવું હશે તો અલગથી પૈસા આપવા પડશે. આ પૈસા મની ઓર્ડર દ્વારા બધા લોકો લઈ શકે છે. સાજે 6 વાગ્યે રાતનું જમવાનું મળી જાય છે, પરંતુ કેટલાકને આ જમવાનું 8 વાગ્યે પણ મળે છે. જેલ અધિકારીઓ માટે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જ ખુલી રહે છે, ત્યારબાદ કોઈને અંદર આવવાની પરમિશન નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *