બબીતાજીએ વીડિયોમાં જાતિ વિશે એવા શબ્દનો ઉપયોગ કર્યો કે, લોકોએ કહ્યું-આને જેલભેગી કરો

Uncategorized

સેલેબ્રિટીઓ ઘણી વખત એવું બોલી જતાં હોય છે કે તેના ભાન નથી રહેતી, જો કે પછી પાછળથી માફી માંગી લેતા હોય છે. ત્યારે હાલમાં પણ કંઈક એવું જ સામે આવ્યું છે. આ વાત છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાનું પાત્ર ભજવનાર મુનમુન દત્તાની કે જેની ધરપકડ કરવા સુધીની વાત આવી રહી છે. તેમણે હાલમાં જ પોતાના એક વીડિયોમાં એક જાતિ વિશે અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો અને બબાલ શરૂ થઈ હતી.

જો કે મુનમુન દત્તાને પોતાની ભૂલ ધ્યાનમાં આવતા તેણે ડિલીટ કરી નાખ્યો છે અને યુ ટ્યૂબમાં એડિટ કરી નાખ્યો છે. તેમજ માફી પણ માગી છે. પરંતુ લોકોનો આક્રોશ શાંત થયો નથી. માફી માગ્યા બાદ પણ #ArrestMunmunDutta હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. માફી માગતા મુનમુને હિંદી તથા અંગ્રેજીમાં નિવેદન જાહેર કર્યું હતું. મુનમુને કહ્યું હતું, આ એક વીડિયોના સંદર્ભમાં છે.

બબીતાજીએ લોકો સમક્ષ પોતાની વાત કરી કે આ વીડિયો મેં ગઈ કાલે પોસ્ટ કર્યો હતો. અહીંયા મારા દ્વારા ઉપયોગમાં લેવાયેલા એક શબ્દનો ખોટો અર્થ કરવામાં આવ્યો છે. આ અપમાન, ધમકી કે કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ઈરાદા સાથે કહેવામાં આવ્યો નથી. મારી ભાષાની નાસમજને કારણે, મને શબ્દના સાચા અર્થની ખોટી માહિતી હતી. જ્યારે મને સાચો અર્થ કહેવામાં આવ્યો, ત્યારે મેં તે ભાગ એડિટ કરી દીધો છે. હું દરેક જાતિ, પંથ અને દરેક વ્યક્તિને ઘણું જ સન્માન આપું છે. સમાજ કે રાષ્ટ્રમાં તેમના અપાર યોગદાનને સ્વીકારું છું. મે બોલેલા શબ્દના કારણે જેમની પણ લાગણી દુભાઈ છે, તે તમામની હું દિલથી માફી માગું છું. મને ખરેખર આ વાત માટે દિલથી અફસોસ છે.

Leave a Reply

Your email address will not be published.