બાબા વેંગાની ભવિષ્યવાણી: 2022માં ભારતમાં ભૂખમરો, સાઇબેરિયામાં નવો વાયરસ શોધાશે

WORLD

કોરોનાકાળની વચ્ચે 2021નું વર્ષ વિદાય લઇ રહ્યું છે અને લોકો નવા વર્ષમાં બધું સારું જ થાય તેવી આશા સાથે રાહ જોઇ રહ્યા છે. ત્યારે અમેરિકામાં 9/11 હુમલાથી લઇ સુનામી સુધીની સટીક ભવિષ્યવાણી કરનાર જાણીતા ભવિષ્યવક્તા બલ્ગેરિયાની નેત્રહીન વાંગેલિયા પાંડવા ગુશ્ટેરોવા ઉર્ફે બાબા વેંગાએ 2022ને લઇ ચોંકાવનારું ભવિષ્ય ભાખ્યું છે. તેમણે કહ્યુ કે ધરતી પર પ્રલય આવશે. 2022માં કોરોનાથી પણ ઘાતક વાયરસ આવશે. એટલું જ નહીં નવા વર્ષમાં એલિયન ધરતી પર હુમલો કરી શકે છે અને તીડના હુમલાના લીધે ભારતમાં ભૂખમરો આવી શકે છે. બાબા વેંગાને બાલ્કન ક્ષેત્રના નાસ્ત્રેદમસ પણ કહેવાય છે.

બાબા વેંગાનું 1996ની સાલમાં મોત થયું હતું. બાબા વેંગાનો જન્મ 1911ની સાલમાં થયો હતો અને તેમણે દાવો કર્યો હતો કે ઇશ્વરે તેમને ભવિષ્યને જોવાની દુર્લભ ગિફ્ટ આપી છે. માત્ર 12 વર્ષની ઉંમરમમાં એક ભીષણ તોફાનમાં બાબા વેંગાની આંખોની રોશની જતી રહી હતી. બાબા વેંગાએ 1996ની સાલમાં મરતા પહેલાં 5079 વર્ષ સુધીની પોતે ભવિષ્યવાણી કરી હતી.

બાબા વેંગાની અત્યાર સુધીમાં કેટલીય ભવિષ્યવાણી સાચી પડી

બાબા વેંગાનું માનવું હતું કે 5079ની સાલમાં દુનિયાનો અંત આવશે. વેંગાએ મરતા પહેલાં સોવિયત સંઘના વિઘટન, 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો, 2004ની સુનામી, આફ્રિકન અમેરિકન મૂળના વ્યક્તિનું અમેરિકન પ્રેસિડન્ટ બનવું, બ્રિટનના રાજકુમારી ડાયનાનું મોત અને 2010ના અરબ સ્પ્રિંગ જેવી કેટલીય સટીક ભવિષ્યવાણી કરી હતી. હવે 2022 માટે તેમની ભવિષ્યવાણી સામે આવી ગઇ છે.

બાબા વેંગાની 2022 માટે ભવિષ્યવાણી

રિપોર્ટના મતે વેંગાનો દાવો છે કે નવા વર્ષમાં દુનિયામાં કુદરતી આપત્તિઓ આવશે. ઓસ્ટ્રેલિયા અને કેટલાંય એશિયન દેશોમાં ભીષણ પૂર આવશે. તેમણે કહ્યું કે કોરોનાથી ખતરનાક વાયરસ 2022ની સાલમાં દસ્તક દઇ શકે છે. તેમણે કહ્યું કે વૈજ્ઞાનિકોનું એક ગ્રૂપ સાઇબેરિયામાં એક નવા વાયરસને શોધી કાઢશે જે હજી સુધી બરફમાં જ જામેલો હતો. દુનિયાભરમાં પીવાનું પાણી ચિંતાનો વિષય બન્યો છે. બાબા વેંગાનો દાવો છે કે આવનારા વર્ષમાં દુનિયામાં કેટલાંય દેશોમાં પીવાની પાણીનું સંકટ ઉભું થઇ શકે છે.

તીડના આક્રમણથી 2021ની સાલમાં દુનિયા પરેશાન થઇ હતી. બાબા વેંગાનો દાવો છે કે તીડનું ઝૂંડ ભારતમાં પાક અને ખેતરોમાં ભીષણ હુમલો કરશે તેનાથી ભારતમાં ભૂખમરો આવી શકે છે. આપને જણાવી દઇએ કે ભારતમાં 2020માં તીડે રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભીષણ હુમલો કર્યો હતો અને પાકને નુકસાન કર્યું હતું. બાબા વેંગાએ કહ્યું કે 2022ની સાલમાં એસ્ટરોઇડ Oumuamua ને એલિયન મોકલશે જેથી કરીને ધરતી પર જીવનની શોધ કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *