એવું તે શું બન્યું કે, પરિવારે કરોડોની સંપત્તિ છોડી દીક્ષા લીધી

nation

છત્તીસગઢના રાજનાંદગામમાં રહેતા ડાકલિયા પરિવારે પોતાની સમગ્ર સંપત્તિ દાન કરીને આધ્યાત્મિકતા તરફ વળ્યા છે. ડાકલિયા પરિવારમાં કુલ છ સભ્યો છે. તેમાંથી પાંચ લોકોએ વિધિવત દીક્ષા લીધી છે. જ્યારે એક દીકરી રાજીમ 5 ફેબ્રુઆરીએ દીક્ષા લેશે. પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેઓ સ્વેચ્છાએ આધ્યાત્મિકતાના માર્ગે જઈ રહ્યા છે.

મુમુક્ષુ ભૂપેન્દ્ર ડાકલિયા, પત્ની મુમુક્ષુ સપના, પુત્રો મુમુક્ષુ દેવેન્દ્ર અને મુમુક્ષુ હર્ષિત અને બંને પુત્રીઓ મુમુક્ષુ મહિમા અને મુમુક્ષુ મુક્તા ઉપરાંત કોંડાગાંવના મુમુક્ષુ સંગીતા ગોલચા, રાજનાંદગાંવના મુમુક્ષુ સુશીલા લુનિયાએ શ્રી જીન પીયુષસાગર સુરીશ્વરજીની હાજરીમાં દીક્ષા લીધી હતી. આ ઐતિહાસિક પ્રસંગે જૈન સમાજના સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર પરિવારે સાંસારિક મોહ માયાનો ત્યાગ કર્યો

બિનોલી બાદ ડાકલિયા પરિવારના તમામ સભ્યોને વિધિવત રીતે દીક્ષા આપવામાં આવી હતી. આચાર્ય પીયૂષ સાગર મહારાજના માર્ગદર્શન હેઠળ સૌએ જૈન સાધુ અને સાધ્વીની દીક્ષા લીધી. દીક્ષા સમારોહ માટે શહેરના જૈન બગીચામાં સમાજ દ્વારા મોટી તૈયારીઓ કરવામાં આવી હતી. દીક્ષા સમારોહના આયોજનમાં દેશ-રાજ્ય સહિત જિલ્લાભરમાંથી ભક્તો પધાર્યા હતા.

5 ફેબ્રુઆરીએ દીકરી દીક્ષા લેશે

તમને જણાવી દઈએ કે, મુમુક્ષુ ભૂપેન્દ્રએ જણાવ્યું કે તેમની સંપત્તિ કરોડોમાં છે. જેમાં જમીન, દુકાનથી લઈને અન્ય મિલકતોનો પણ સમાવેશ થાય છે. 9 નવેમ્બરના રોજ તેમના પરિવારે દીક્ષા લેવાનો અંતિમ નિર્ણય લીધો હતો. આ પછી આખો પરિવાર સાથે મળીને સંયમના માર્ગે આગળ વધ્યો. જૈન ધર્મના લોકોએ જણાવ્યું કે, ખરતરગચ્છ સંપ્રદાયમાં આ પ્રથમ પ્રસંગ છે જ્યારે સમગ્ર પરિવારે સાથે મળીને દીક્ષા લીધી હોય.

Leave a Reply

Your email address will not be published.